Get The App

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા 1 - image

ગેસથી સળગતી જ્યોત અકબરના સમયમાં હિ.પ્ર.માં પૂજાતી

આસામનાં દિગ્બોઈમાં 1889માં તેલ મળી આવ્યું : તે છેક ઉપર સુધી આવતું : હાથીના પગનાં તળીયાં તેલવાળાં જોઈ બ્રિટિશરોએ ત્યાં ડ્રીલિંગ શરૂ કર્યું

નવી દિલ્હી : ક્રૂડ તેલ જે કાળાં સોના તરીકે પણ ઓળકાય છે ને માત્ર બળતણ જ નથી, તે ભૂમિગત અતિ કિંમતી પ્રવાહી છે. તે રસાયણો ખાતર તેમજ ઉદ્યોગો માટે મૂળાધાર સમાન છે. તે અનેક વિધ ક્ષેત્રોમાં હજ્જારો ઉત્પાદનો પૂરાં પાડે છે. તે ઉપરાંત ગેસ સૌથી પહેલાં ક્યાં શોધાયાં તે જાણવું રસપ્રદ બની રહેશે.

ભારતની વાત લઇએ તો, અકબરના સમયમાં (૧૫૫૬-૧૬૦૫) દરમિયાન વર્તમાન હિમાચલ પ્રદેશ તરીકે જાણીતા વિસ્તારમાં એક પર્વતીય ગુફામાં ગેસ બહાર આવતો હતો તે સમયનાં એક જ્યોત ભભૂકતી રહેતી હતી. તેની જ્વાળા માલિની તરીકે હિન્દમાં દૂરથી ફૂલ ફેંકી પૂજા કરતા હતા. (અત્યારે તે વર્ષોથી બંધ છે.)

એશિયામાં સૌથી પહેલા આસામનાં દિગ્બોઈમાં તેલની ડ્રીલ નખાઈ. ત્યાં તેલ હશે તે અતિવિચિત્ર સંયોગોમાં જાણી શકાયું. ત્યાં તેલ છેક ધરતીના ઉપરનાં પડ સુધી આવતું હતું તેથી હાથીના પગના તળીયામાં તેલ ચોંટેલું જોઈ બ્રિટિશરોએ ૧૮૮૯માં ત્યાં ડ્રીલિંગ કરાવ્યું.

વૈશ્વિક સ્તરે જોતાં તેલ સૌથી પહેલાં કૉકેસની પર્વતમાળાની દક્ષિણે કાસ્પીયન સીમા આવેલી બાકુની ભૂશિરમાં તેલ મળી આવ્યું હતું. યાઝર બૈજાન પ્રદેશનું તે મુખ્ય શહેર છે. ૧૮૪૬માં બાકુપાસે સૌથી પહેલું ડ્રીલિંગ શરૂ થયું. આ સાથે આધુનિક યુગમાં તેલ ઉત્ખનો પ્રારંભ થયો.

આ પૂર્વે ૩૪૭ ઇ.સ.માં ચીનમાં બામ્બુ પાઈપ્સ ઉતારી તેલ કાઢવામાં આવતું હતું. જે એક કડાયામાં ભરી સળગાવી ખારાપાણીમાંથી મીઠું (કોમન સોલ્ટ) પ્રાપ્ત કરાતું.

અમેરિકામાં ૧૮૫૯માં તિતુત્સવિર્લમાંથી કર્નલ એડવિન ડ્રેકે, તેલના કુવા માટે ડ્રીલિંગ શરૂ કરાવ્યું. ફુનેડામાં ૧૮૫૮માં જેમ્સ મિલર વિલિયમ્સે ચોન્નોરિયો પાસેનાં ઓઇલ સ્પ્રિંગ્સમાંથી તેલ ખોદવાનું શરૂ કર્યું.

ચીને ઇ.સ. ૩૪૭માં ક્રૂડ તો શોધ્યું પરંતુ ઓઇલ રીફાઈનરી એશિયામાં સૌથી પહેલી આસામનાં દિગ્બોઈમાં ૧૯૦૧માં શરૂ થઈ.