India

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ PM મોદીના નામે રખાશે, યોગી સરકારનો મોટો નિર્ણય

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
યોગી સરકારે નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને 'નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ' કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ કેબિનેટે શુક્રવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી, જેની જાહેરાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી. પીએમ મોદીના 25 વર્ષના જાહેર સેવાના સન્માનમાં આ નિર્ણય લેવાયો. 28 માર્ચે પીએમ મોદીએ જ આ ઍરપૉર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ PM મોદીના નામે રખાશે, યોગી સરકારનો મોટો નિર્ણય

Noida Airport Name Change : ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં સૌથી મોટા ગણાતા નોઈડા સ્થિત ‘જેવર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ’ ને લઈને યોગી સરકારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. શુક્રવારે યોજાયેલી ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠકમાં આ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટનું નામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રાખવાના પ્રસ્તાવ પર મંજૂરીની મોહર મારી છે. કેબિનેટ બેઠક બાદ ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી.

કેમ લેવાયો નિર્ણય?

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવાના 25 વર્ષ સળંગ પૂર્ણ થવાના પ્રસંગે 7 ઑક્ટોબરના દિવસને ગૌરવશાળી ઇતિહાસ તરીકે નોંધવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સાથે પીએમ મોદીનો આત્મીય સંબંધ રહ્યો છે અને તેમના નેતૃત્વ હેઠળ જ રાજ્યમાં 42 નવા હાઇવે સહિત વિકાસના અભૂતપૂર્વ કામો થયા છે. યોગી કેબિનેટે પીએમ મોદીની રાષ્ટ્રનિષ્ઠા અને સેવા-સમર્પણના સન્માનમાં સર્વાનુમતે આ પ્રસ્તાવ પસાર કર્યો છે.

ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે જ થયું હતું

ઉલ્લેખનીય છે કે, ચાર તબક્કામાં તૈયાર થઈ રહેલા જેવર ઍરપૉર્ટના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન ચાલુ વર્ષે 28 માર્ચે પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ ઍરપૉર્ટ પૂર્ણ થતાં જ એશિયાનું સૌથી મોટું ઍરપૉર્ટ બનશે. પ્રથમ તબક્કામાં આશરે 3300 એકર જમીન પર રનવે અને ટર્મિનલ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી વાર્ષિક 1.2 કરોડ મુસાફરો મુસાફરી કરી શકશે.