India

વારંવાર ટેક્સ બદલવાની ઝંઝટ ખતમ! વર્ષમાં માત્ર એક જ વાર બદલાશે GST દર, આ રહ્યો કાઉન્સિલનો પૂરો પ્લાન

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
નાણા મંત્રાલયના સૂત્રો અનુસાર, GST કાઉન્સિલ હવે વર્ષમાં માત્ર એક જ વાર ટેક્સ રેટમાં ફેરફારના પ્રસ્તાવ પર વિચારણા કરશે. આ ફેરફારો દર વર્ષે 1 એપ્રિલથી લાગુ થશે. 8 ઑક્ટોબરની 57મી GST પરિષદની બેઠકમાં કર દરોમાં ફેરફારનો એજન્ડા નથી. ભવિષ્યમાં, દરોમાં સ્થિરતાથી ઉદ્યોગોને ફાયદો થશે અને મૂડી ખર્ચનું આયોજન સરળ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વારંવાર ટેક્સ બદલવાની ઝંઝટ ખતમ! વર્ષમાં માત્ર એક જ વાર બદલાશે GST દર, આ રહ્યો કાઉન્સિલનો પૂરો પ્લાન

GST Council Rate Revision Annual Plan: જીએસટી કાઉન્સિલ ટેક્સ રેટ્સમાં ફેરફારના કોઈપણ પ્રસ્તાવ પર વર્ષમાં માત્ર એક જ વાર વિચારણા કરશે અને હવેથી જીએસટી દરોમાં તમામ ફેરફારો 1 એપ્રિલ એટલે કે નાણાકીય વર્ષની શરૂઆતથી લાગુ કરવામાં આવશે. નાણા મંત્રાલયના સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી હતી. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતા અને રાજ્યોના નાણા મંત્રીઓ વાળી જીએસટી કાઉન્સિલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કર, દરો અને સ્લેબને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો હતો. ચાર સ્લેબવાળી જીએસટી (5, 12, 18 અને 28 ટકા) વ્યવસ્થાને બદલીને 5 અને 18 ટકાની બે-દર વાળી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, 8 ઑક્ટોબરે યોજાનારી 57મી જીએસટી પરિષદની બેઠકના એજન્ડામાં કર દરોમાં ફેરફાર શામેલ નથી.

વર્ષમાં એક વાર થશે ફેરફાર

સૂત્રોએ જણાવ્યું કે, ભવિષ્યમાં દરોમાં ફેરફારના પ્રસ્તાવો વર્ષમાં એક જ વાર લાવવામાં આવશે, અને તેને 1 એપ્રિલ એટલે કે, નવા નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે. આગામી બેઠકમાં રેટ્સને તર્કસંગત બનાવવા અને અસ્પષ્ટતા દૂર કરવા સાથે જોડાયેલા સિમિત મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે. અન્ય પ્રસ્તાવો હેઠળ કાઉન્સિલ એ મંજૂર કરી શકે છે કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતી સપ્લાય પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના 5 ટકાનો જીએસટી દર લાગુ થશે.

એક વર્ષથી લાગુ છે વર્તમાન રેટ
સૂત્રોએ જણાવ્યું કે, મોટાભાગના વેપારીઓ માટે કોઈ એક છૂટછાટ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ નિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે, સ્થિર કર દર વ્યવસ્થાથી કોન્ટ્રાક્ટ્સના સમગ્ર સમયગાળા માટે કિંમત નક્કી કરવામાં અને મૂડી ખર્ચ(કેપિટલ એક્સપેન્ડિચર)નું આયોજન કરવામાં મદદ મળે છે. સૂત્રોએ જણાવ્યું કે, ગયા વર્ષે પુનર્ગઠિત કરાયેલું જીએસટી માળખું લગભગ એક વર્ષથી લાગુ છે, અને તેનાથી ગ્રાહકો, ઉદ્યોગો, ટેક્સ મહેસૂલ તથા અર્થતંત્રને ફાયદો થયો છે. ગયા વર્ષે જીએસટી દરોને તર્કસંગત બનાવવાથી વપરાશને પ્રોત્સાહન મળ્યું છે, અને જીએસટી મહેસૂલમાં પણ વધારો થયો છે. આ વર્ષે જૂનથી માસિક જીએસટી આવકમાં બે આંકડામાં (ડબલ ડિજિટ) વૃદ્ધિ નોંધાઈ છે.