India

'બાંધકામમાં ખામી નથી, ભારે વરસાદ જવાબદાર', કાનપુર-લખનૌ એક્સપ્રેસ વે ધસી જવા પર કંપનીની સ્પષ્ટતા

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
કાનપુર-લખનૌ ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ-વેનો અમુક હિસ્સો ભારે વરસાદથી ધસી પડતા નિર્માણ ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. PNC ઇન્ફ્રાટેક કંપનીએ ટેકનિકલ ખામીનો ઇનકાર કરી વરસાદને જવાબદાર ગણાવ્યો છે. NHAIના તમામ ધોરણોનું પાલન થયાનો દાવો કરાયો છે. કંપની સમારકામનો ખર્ચ પોતે ઉઠાવશે. સ્થાનિકોએ બાંધકામ પર પ્રશ્નાર્થ મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બાંધકામમાં ખામી નથી, ભારે વરસાદ જવાબદાર', કાનપુર-લખનૌ એક્સપ્રેસ વે ધસી જવા પર કંપનીની સ્પષ્ટતા
IMAGE SOURCE - @Indianinfoguide

kanpur lucknow expressway: કાનપુર-લખનૌ ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ-વે નો કેટલોક હિસ્સો ભારે વરસાદના કારણે ધસી ગયો છે, જેનાથી નિર્માણ ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. આ મેગા પ્રોજેક્ટ તૈયાર કરનાર નિર્માણ કંપની PNC ઈન્ફ્રાટેકે ટેકનિકલ ખામીઓનો ઇનકાર કરતા વરસાદને દોષી ઠેરવ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે, તમામ નિર્માણ ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું, અને સમારકામનો ખર્ચ તે પોતે ઉઠાવશે.

'અમારો કોઈ વાંક નથી, વરસાદે ખેલ બગાડ્યો'

બાંધકામને લઈને પ્રશ્નો ઉઠતા કંપનીએ પોતાના બચાવમાં જણાવ્યું કે, આ એક્સપ્રેસવે હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ ટેકનિકલ ધોરણો અને ક્વોલિટી નોર્મ્સનું પૂરું પાલન કરવામાં આવ્યું હતું. કંપનીએ દલીલ કરી છે કે, રસ્તાના કેટલાક ભાગોમાં જે નુકસાન થયું છે તેનું અસલી કારણ હલકી ગુણવત્તાવાળી સામગ્રી નથી, પરંતુ સતત થયેલો ભારે વરસાદ અને ત્યાં પાણી ભરાવું છે. પાણી ભરાવાના કારણે રસ્તાની માટી બેસી ગઈ હતી, અને વાહનવ્યવહારમાં અડચણો આવી હતી.

સમારકામનો ખર્ચ કંપની પોતે ઉઠાવશે

કંપનીએ જણાવ્યું કે જ્યાં-જ્યાં રસ્તો તૂટ્યો કે ધસી ગયો છે, ત્યાં તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રિપેરિંગનો તમામ ખર્ચ કંપની પોતે પોતાની ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ જવાબદારી હેઠળ ઉઠાવશે, જેથી NHAI પર કોઈ વધારાનો આર્થિક બોજ પડશે નહીં.

જોકે, સ્થાનિક લોકો અને વાહનચાલકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો બાંધકામ યોગ્ય હતું, તો સામાન્ય વરસાદમાં જ એક્સપ્રેસવે કેવી રીતે ધસી ગયો. હાલમાં કંપનીએ સમારકામની જવાબદારી સ્વીકારી લીધી છે.