India

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું 'રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ'

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
જો તમે નોકરી કરો છો અને ઓફિસનો સમય પૂરો થયા પછી પણ બોસના કૉલ કે ઈમેલથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન, નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ 'રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ 2025' રજૂ કર્યું છે. જો આ ખાનગી બિલ સંસદમાં પસાર થશે, તો તે ભારતના કોર્પોરેટ જગત માટે એક ઐતિહાસિક પરિવર્તન સાબિત થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું 'રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ'
(IMAGE - IANS)

Right To Disconnect Bill: જો તમે નોકરી કરો છો અને ઓફિસનો સમય પૂરો થયા પછી પણ બોસના કૉલ કે ઈમેલથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન, નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ 'રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ 2025' રજૂ કર્યું છે. જો આ ખાનગી બિલ સંસદમાં પસાર થશે, તો તે ભારતના કોર્પોરેટ જગત માટે એક ઐતિહાસિક પરિવર્તન સાબિત થઈ શકે છે.

કામના કલાકો પછી 'ડિસકનેક્ટ' થવાનો અધિકાર

આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને તેમની શિફ્ટ પૂરી થયા પછી, એટલે કે કામના કલાકો બાદ, ઓફિસના ઈમેલ, કૉલ અને અન્ય સંદેશાવ્યવહારથી સંપૂર્ણપણે ડિસકનેક્ટ થવાનો કાયદાકીય અધિકાર આપવાનો છે. આનાથી કર્મચારીઓ તેમની પર્સનલ અને પ્રોફેશનલ જિંદગી વચ્ચે બેલેન્સ(Work-Life Balance) જાળવી શકશે અને 'ઑલ ટાઇમ ઓન' રહેવાની ફરજમાંથી મુક્તિ મળશે.

વર્તમાન સમયમાં, કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી થયા પછી પણ બોસના કૉલને ના પાડવાની સ્થિતિમાં હોતા નથી, જેના કારણે તેમના પર્સનલ ટાઇમમાં ખલેલ પડે છે. આ બિલ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે છે.

આ પણ વાંચો: ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ

'રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ 2025' શું છે?

'રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ 2025' એક પ્રાઇવેટ મેમ્બર બિલ છે. બંધારણ હેઠળ, સંસદના સભ્યોને એવા વિષયો પર બિલ રજૂ કરવાની છૂટ છે જેના પર તેમને લાગે છે કે સરકારે કાયદો લાવવો જોઈએ. જોકે, મોટાભાગના પ્રાઇવેટ બિલ સરકારી કાયદા પર જવાબ મળ્યા બાદ પાછા ખેંચી લેવામાં આવતા હોય છે. છતાં પણ, આ બિલ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો સંસદના ધ્યાન પર લાવે છે.

મહિલા કર્મચારીઓ માટે 'મેન્સ્ટ્રુઅલ લીવ'ની માંગ

આની સાથે જ, અન્ય એક મહત્ત્વની માંગ પણ સંસદમાં ઉઠી છે. કોંગ્રેસના સાંસદ કાદિયમ કાવ્યાએ મહિલા કર્મચારીઓ માટે 'માસિક દરમિયાન રજા'(Menstrual Leave)ની માંગણી કરતું બિલ પણ રજૂ કર્યું છે. જો આ બિલ પસાર થાય છે, તો મહિલા કર્મચારીઓને સ્વાસ્થ્ય સંબંધિત મોટો ફાયદો મળી શકે છે.