Get The App

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે...’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજી પર સાધ્યું નિશાન

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે...’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજી પર સાધ્યું નિશાન 1 - image


FM Nirmala Sitharaman Slams CM Mamata Banerjee : લોકસભામાં આજે બજેટ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને TMC સાંસદ અભિષેક બેનર્જીના આરોપોનો જવાબ આપ્યો છે. બંગાળને બજેટમાં કશું જ નથી મળ્યું તેવા દાવાઓને ફગાવતા નાણામંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.

બંગાળના હિતોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ ખોટો : નાણાંમંત્રી

બજેટ સત્ર દરમિયાન પશ્ચિમ બંગાળના હિતોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો પર નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘આ લોકો ખોટા આરોપો લગાવી રહ્યા છે. બંગાળની જનતાના હિતમાં તેઓ પોતે કંઈ કરી શકતા નથી અને પછી એવું કહે છે કે, કેન્દ્રએ બંગાળને કંઈ આપ્યું નથી. જો આવી જ સ્થિતિ રહી તો સુપ્રીમ કોર્ટમાં પણ તમારે ઠપકો સાંભળવો પડશે અને પછી તમે કહેશો કે કેન્દ્ર સરકાર કંઈ આપતી નથી.' આ ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ટિપ્પણી કરતા ઉમેર્યું હતું કે આગામી સમયમાં બંગાળમાં ભાજપની સરકાર આવશે.

આ પણ વાંચો : ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું - 'આશા છે કે એવું નહીં થાય'

‘TMCના નેતાઓ કટ મની લેતા હશે’

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, ‘કદાચ TMCના નેતાઓ કટ મની લેતા હશે એટલે જ આવી વાતો કરી રહ્યા છે. જો કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ ન મળતી હોય, તો દિલ્હીથી કોલકાતામાં પેટ્રોલ 10 રૂપિયા સસ્તું કેવી રીતે પહોંચે છે?'

‘માત્ર મહિલાઓ પર જ દોષનો ટોપલો’

મમતા બેનર્જી દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને આપવામાં આવેલા નિવેદન પર પણ નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીએ અગાઉ કહ્યું હતું કે, મહિલાઓ કે બાળકીઓએ રાત્રિના સમયે બહાર ન નીકળવું જોઈએ. આ અંગે વળતો પ્રહાર કરતા સીતારમણે જણાવ્યું કે, ‘આ અત્યંત ખોટું છે. તમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાને બદલે માત્ર મહિલાઓ પર જ દોષનો ટોપલો ઢોળી રહ્યા છો.’

આ પણ વાંચો : ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ