ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nirmala Sitharaman on Rupee Crash: “Currency Will Find its Own Level” | કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં ડૉલર સામે નબળા થઈ રહેલા રૂપિયા અંગે જવાબ આપ્યો. તેમનો દાવો છે કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. નોંધનીય છે કે 1 ડૉલર સામે ભારતીય રૂપિયો ગગડીને 90ને પાર જતો રહ્યો છે.
અમે વિપક્ષમાં હતા ત્યારે પરિસ્થિતિ જુદી હતી: સીતારમણ
ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો સતત નબળી અવસ્થામાં છે ત્યારે સીતારમણે કહ્યું છે, કે જ્યારે અમે વિપક્ષમાં હતા અને રૂપિયાની સ્થિતિ અંગે સવાલ કરતા હતા ત્યારે પરિસ્થિતિ જુદી હતી. UPAના સમયમાં મોંઘવારી ખૂબ વધારે હતી, અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નહોતી અને એવામાં જો કરન્સી પર અસર પડે તો તેનાથી સૌ કોઈ પ્રભાવિત થાય છે.
કરન્સીની ચર્ચા વાસ્તવિકતાઓ સાથે કરવી પડે: સીતારમણ
કરન્સી વેલ્યુએશનની વાત કરતી વખતે સીતારમણે રૂપિયાને વ્યાપક આર્થિક સંકેતના સંદર્ભમાં જોવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે અર્થતંત્રના માળખાને સમજાવતાં કહ્યું હતું કે, અર્થતંત્રના પાયાના સિદ્ધાંતોને જુઓ, આપણે જ્યાં છીએ, તેમાં અમુક પરિબળો ખૂબ જ મહત્ત્વના છે, જે ભારતને થોડી અલગ સ્થિતિમાં મૂકે છે. આ કરન્સીની ચર્ચાને આપણે આ વાસ્તવિકતાઓ સાથે કરવી પડે.
ડૉલર સામે ભારતીયો રૂપિયો તળિયે...
નોંધનીય છે કે હાલમાં જ ત્રીજી ડિસેમ્બરે અમેરિકન ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 90.43 સુધી પહોંચી ગયો હતો જે અત્યાર સુધીનો સૌથી ખરાબ રૅકોર્ડ છે. ગુરુવારે ડૉલરના મુકાબલે રૂપિયો 89.89 જ્યારે શુક્રવારે 89.94 પર રહ્યો.








