Get The App

ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં 'રેર અર્થ' અંગે મોટી જાહેરાત

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં 'રેર અર્થ' અંગે મોટી જાહેરાત 1 - image


Budget 2026 : બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સેમીકંડક્ટર અંગે મોટી જાહેરાત કરી હતી. ત્યાર બાદ અનેક ચિપ ઉત્પાદક કંપનીઓના શેરમાં તોફાની તેજી જોવા મળી હતી. આ શેરોમાં 6 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો.

નાણામંત્રીએ બજેટમાં ખાસ જાહેરાત કરતા કહ્યું કે, EMS PLI યોજનાની ફાળવણી વધારીને 40 હજાર કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં 'રેર અર્થ મિનરલ્સ' માટે કોરિડોર બનાવવામાં આવશે. જ્યારે સેમીકંડક્ટર ક્ષેત્ર માટે 40 હજાર કરોડ રૂપિયાના સપોર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ચીન પરની નિર્ભરતા ઘટશે.


  • ભારતને વૈશ્વિક બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે 'બાયોફાર્મા શક્તિ યોજના' અમલમાં મુકાશે.
  • ઇન્ડિયા સેમિકંડક્ટર મિશન (ISM) 2.0 નો શુભારંભ કરવામાં આવશે.
  • ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ નિર્માણ યોજના માટે 40 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
  • ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં રેર અર્થ મિનરલ કોરિડોરનું નિર્માણ કરાશે.
  • 3 સમર્પિત કેમિકલ પાર્કની સ્થાપના કરવામાં આવશે.
  • મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મશીનરીને ઉત્તેજન આપવા માટે નવી યોજના રજૂ કરવામાં આવશે.
  • કન્ટેનર નિર્માણ માટે પાંચ વર્ષ માટે 10 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
  • 200 જૂના (પુરાતન) ઔદ્યોગિક ક્લસ્ટરના પુનઃનિર્માણ માટે યોજના રજૂ કરવામાં આવશે.