India

અયોધ્યામાં મછલી ભોજ વિવાદમાં નવો વળાંક, CM યોગી પર માનહાનિનો કેસ કરવા કોર્ટના દ્વારે અજય રાય

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
અયોધ્યાના 'મછલી ભોજ' વિવાદે નવો વળાંક લીધો છે. યુપી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે CM યોગી આદિત્યનાથ સામે લખનૌ સિવિલ કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરવા અરજી આપી છે. રાયનો આરોપ છે કે, CM યોગીએ રાયબરેલીમાં સભા દરમિયાન તેમના પર શ્રાવણ માસમાં અયોધ્યામાં માછલી ખાવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. રાયે પોતાને શાકાહારી ગણાવતા, રાજકીય છબી ખરડવાનો પ્રયાસ થયો હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અયોધ્યામાં મછલી ભોજ વિવાદમાં નવો વળાંક, CM યોગી પર માનહાનિનો કેસ કરવા કોર્ટના દ્વારે અજય રાય

Ajay Rai Files Defamation Case Against CM Yogi: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આયોજિત 'મછલી ભોજ' (માછલીની મિજબાની) ને લઈને શરૂ થયેલો રાજકીય વિવાદ હવે કોર્ટના દ્વારે પહોંચ્યો છે. મંગળવારે યુપી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે માનહાનિનો દાવો દાખલ કરવા માટે લખનૌ સિવિલ કોર્ટમાં અરજી આપી છે.

શું છે વિવાદનું મુખ્ય કારણ?

અજય રાયે આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 24 ઓગસ્ટે રાયબરેલીની એક જનસભામાં તેમના પર ખોટો આરોપ મૂક્યો હતો કે, તેમણે પવિત્ર શ્રાવણ માસમાં અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા પછી માછલીની મિજબાની માણી હતી.

અજય રાયે પોતાની અરજીમાં શું કર્યો ઉલ્લેખ?

કાર્યક્રમની વિગત: 23 ઓગસ્ટે તેઓ અયોધ્યાના તારૂન ખાતે કોંગ્રેસ નેતા રામ નિહાલ નિષાદ દ્વારા આયોજિત નિષાદ સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.

વાસ્તવિકતા: કાર્યક્રમ પૂરો થયા પછી નિષાદ સમાજના લોકોએ પોતાની પરંપરા મુજબ સમાજના લોકો માટે ભોજનનું આયોજન કર્યું હતું.

શાકાહારી હોવાનો દાવો: અજય રાયે જણાવ્યું કે, તેઓ ચુસ્ત શાકાહારી અને બાબા વિશ્વનાથના પરમ ભક્ત છે. તેમણે આ કાર્યક્રમમાં માછલી ખાધી નથી. તેમની ગેરહાજરીમાં લેવાયેલી તસવીરોનો દુરુપયોગ કરીને તેમની સામાજિક અને રાજકીય છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રાજકારણ અને ભૂતકાળના વિવાદો

અજય રાયે અગાઉ સીએમ યોગીને ખુલ્લો પત્ર લખીને પડકાર ફેંક્યો હતો કે, જો તેઓ માછલી ખાતા હોય તેવો કોઈ પણ વીડિયો કે ફોટો હોય તો તે સાર્વજનિક કરવામાં આવે. જો આ વાત સાબિત થશે તો તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. તેમણે સીએમ યોગીના એ આરોપનો પણ જવાબ આપ્યો હતો, જેમાં કહેવાયું હતું કે, અજય રાયે પોતાના ભાઈ (અવધેશ રાય) ના હત્યારા માફિયા સામે ઘૂંટણ ટેકવ્યા હતા. અજય રાયે ઉમેર્યું કે, તેઓ 32 વર્ષ સુધી પોતાના ભાઈના ન્યાય માટે અદાલતોમાં લડ્યા છે, અને ક્યારેય કોઈ માફિયા સામે ઝૂક્યા નથી.

હવે અપર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (તૃતીય) ની કોર્ટમાં આ અરજી પર આગળની દલીલો અને જિરાહ બાદ કોર્ટ કેસ નોંધવો કે રદ કરવો તે અંગે નિર્ણય લેવાશે.