India

હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ

By GS TEAM
18 Mar 20263 mins read
TukuTouch Logo
ભારતમાં હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે ટોલ નિયમો હવે વધુ કડક બન્યા છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય હાઇવે ફી નિયમો 2026માં સુધારો કર્યો છે. આ નવા નિયમો 17 માર્ચ, 2026થી અમલમાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ

New Highway Toll Rules 2026: ભારતમાં હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે ટોલ નિયમો હવે વધુ કડક બન્યા છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય હાઇવે ફી નિયમો 2026માં સુધારો કર્યો છે. આ નવા નિયમો 17 માર્ચ, 2026થી અમલમાં આવ્યા છે.

સરકારે હવે ઇ-નોટિસ સિસ્ટમ શરૂ કરી છે. આનો અર્થ એ છે કે જો કોઈ વાહન હાઇવે ટોલ પ્લાઝામાંથી ચૂકવણી કર્યા વિના પસાર થાય છે અથવા જો ચુકવણી અધૂરી રહે છે, તો વાહન માલિકને સીધી ડિજિટલ નોટિસ મોકલવામાં આવશે. જો નોટિસ મળ્યાના 72 કલાકની અંદર ચુકવણી કરવામાં નહીં આવે તો ચૂકવવાની થતી ટોલ રકમ બમણી થઈ જશે.

શું છે નવો નિયમ?

સરકારે નિયમોમાં 'અનપેડ યુઝર ફીઝ' નામનો નવો શબ્દ ઉમેર્યો છે. એનો મતલબ એમ છે કે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ટોલ રેકોર્ડ થઈ ગયો છે પરંતુ તેની ચુકવણી કરવાની બાકી છે. આ બધામાં ફાસ્ટેગમાં બેલેન્સ ઓછું હોવું, ટ્રાન્ઝેક્શન ફેલ થવું અથવા વાહનનું ટોલ પ્લાઝાથી પસાર થવું પરંતુ ચુકવણી ન થાય, વગેરે બાબતનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે, નવી સિસ્ટમ ટોલની થતી ઓછી વસૂલાતને રોકવા અને નિયમોનું મજબૂત પાલન કરવા માટે લગાવવામાં આવી છે.

આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 2 મહત્ત્વના નિર્ણય: FCRA સંશોધન બિલ અને 'BHAVYA' યોજનાને મંજૂરી

ઇ-નોટિસ કેવી રીતે મોકલાશે

નવા નિયમો હેઠળ, ટોલ બાકી હોય તો વાહન માલિકને ઇ-નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસ SMS, ઇમેઇલ, મોબાઇલ એપ્લિકેશન્સ અથવા અન્ય ડિજિટલ માધ્યમ દ્વારા મોકલી શકે છે. નોટિસમાં વાહન, ટોલ વ્યવહાર અને ચૂકવવાપાત્ર રકમ સંબંધિત વ્યાપક વિગતો હશે. તેમજ નોટિસ ઓનલાઈન પોર્ટલ પર પણ ઉપલબ્ધ હશે, જ્યાં વાહન માલિકો તેને જોઈ શકશે.

72 કલાકનો ગ્રેસ પીરિયડ

નિયમો ચુકવણી માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો વાહન માલિક ઇ-નોટિસ મળ્યાના 72 કલાકની અંદર ચુકવણી કરે છે, તો તેમણે ફક્ત મૂળ ટોલ રકમ ચૂકવવાની રહેશે. જો કે, જો 72 કલાકનો સમય વીતી ગયા પછી ચુકવણી માટે રકમ બમણી થઈ જશે. 

15 દિવસ પછી કડક કાર્યવાહી

સરકારે નિયમોમાં બીજી કડક જોગવાઈ મૂકી છે. જો બાકી ટોલ બાકી રકમ 15 દિવસ સુધી ચૂકવવામાં ન આવે અને કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ ન હોય તો આ બાકી રકમ રાષ્ટ્રીય વાહન ડેટાબેઝમાં નોંધવામાં આવશે. વાહન સાથે જોડાયેલી સેવાઓ સ્થગિત થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, બાકી ટોલ બાકી રકમ સંપૂર્ણપણે ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાહન સાથે સંકળાયેલી કેટલીક સરકારી સેવાઓ રોકી શકાય છે.

આ પણ વાંચો: IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’

ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ

નવા નિયમોમાં ફરિયાદ નોંધાવવાનો પણ વિકલ્પ આપવામાં છે. જો કોઈ વાહન માલિક લાગે કે ઇ-નોટિસ કોટી મોકલવામાં આવી છે તો તેઓ 72 કલાકની અંદર ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં સરકારે પાંચ દિવસની અંદર આવી ફરિયાદોનું નિરાકરણ કરવાનું રહે છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણય લેવામાં ન આવે, તો મામલો બંધ માનવામાં આવશે.

સરકારનો શું છે ઉદ્દેશ્ય?

સરકારનું કહેવું છે કે, ટોલ વસૂલાત પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે આ પહેલ કરવામાં આવી છે. બીજો ઉદ્દેશ્ય એ છે કે ડિજિટલ સિસ્ટમમાં નોંધાયેલી દરેક મુસાફરી માટે યોગ્ય ટોલ રકમ સચોટ રીતે વસૂલવામાં આવે. આગામી સમયમાં સરકાર અવરોધ-મુક્ત અને GPS-આધારિત ટોલ વસૂલાત પ્રણાલી તરફ આગળ વધી રહી છે. તેવામાં આ નવી ઇ-નોટિસ સિસ્ટમ ટોલ વસૂલાતને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.