Get The App

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
Air Tickets

New DGCA Rules: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ એરલાઇન ટિકિટ રિફંડ નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર વધારાની ફી વગર ટિકિટ રદ કરી શકે છે. આમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ મળી રહેશે. આ ઉપરાંત, જો ટિકિટ સીધી એરલાઇન વેબસાઇટ દ્વારા બુક કરવામાં આવી હોય અને 24 કલાકની અંદર નામની ભૂલ અંગે જાણકારી આપવામાં આવે છે તો કોઈ ફી લેવામાં આવે. 

DGCAએ શું કહ્યું?

DGCAએ એર ટિકિટ બુકિંગને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં DGCAએ જણાવ્યું કે, જો ટિકિટ ટ્રાઈવેલ એજન્ટ કે પોર્ટલના માધ્યમથી ખરીદવામાં આવી છે તો રિફંડની જવાબદારી એરલાઈનની રહેશે. એરલાઈને રિફંડ 14 કાર્યકારી દિવસોમાં થાય તે જોવાનું રહેશે. તેમજ, મુસાફર કે તેમના પરિવારના સભ્યને લગતી તબીબી કટોકટીના કારણે ટિકિટ રદ કરવા માટેની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરો તરફથી સમયસર રિફંડ ન મળવાની વધતી ફરિયાદોને કારણે આ ફેરફારો કરવામાં આવ્યા છે.

ડિસેમ્બર 2025માં ઈન્ડિગોની ફ્લાઈટ્સ વિક્ષેપો દરમિયાન ટિકિટ રિફંડનો મુદ્દો સામે આવ્યો હતો. જ્યારે જ્યારે ઉડ્ડયન મંત્રાલયે એરલાઈનને નિર્ધારિત સમયમર્યાદામાં રિફંડની પ્રક્રિયા કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુધારેલા નિયમો 24 ફેબ્રુઆરીના રોજ જારી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ

એરલાઈને આપવો પડશે 'લુક-ઈન' વિકલ્પ 

હવે એરલાઈનને મુસાફરોને ટિકિટ બુકિંગના 48 કલાક માટે 'લુક-ઈન' વિકલ્પ આપવો પડશે. આ સમયગાળા દરમિયાન કોઈ કારણોસર મુસાફરો કોઈ વધારાના ચાર્જ વગર ટિકિટ રદ કે મોડિફાય કરી શકે છે. જેમાં સુધારેલી ફ્લાઇટ માટે ફક્ત સામાન્ય પ્રવર્તમાન ભાડું ચૂકવવું પડશે.

જાણો 7થી 15 દિવસની શું છે શરત

DGCAએ કહ્યું કે, જો ટિકિટ એરલાઇનની વેબસાઇટ પરથી સીધી બુક કરવામાં આવી હોય, તો બુકિંગ તારીખથી ઓછામાં ઓછા સાત દિવસ (ઘરેલું ફ્લાઇટ્સ) અને 15 દિવસ (આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ)ની પ્રસ્થાન તારીખ ધરાવતી ફ્લાઇટ્સ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. 48 કલાકનો સમયગાળો વીતી ગયા પછી આ વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં અને મુસાફરે ફેરફાર અથવા રદ કરવા માટે સંબંધિત ફી ચૂકવવાની રહેશે.

DGCAએ સ્ટાફ ભરતી કરવાનો લીધો નિર્ણય 

DGCAએ સ્ટાફની ભારે અછતના કારણે એરવર્થિનેસ, એર સેફ્ટી અને અન્ય ડિરેક્ટોરેટ માટે 38 કન્સલ્ટન્ટ્સની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. સરકારી સૂચના અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ એરવર્થિનેસમાં 24 કન્સલ્ટન્ટ અને ડિરેક્ટોરેટ ઓફ એવિએશન સેફ્ટીમાં 6 કન્સલ્ટન્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ સાથે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ લીગલ અફેર્સ (DIRLA)માં પાંચ સિનિયર કન્સલ્ટન્ટ અને બે કન્સલ્ટન્ટની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો...’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી

DGCA ફ્લાઈંગ ટ્રેનિંગ ડિરેક્ટોરેટમાં પણ સલાહકારોની ભરતી કરશે. બધા સલાહકારોની ભરતી ચોક્કસ શરતો સાથે એક વર્ષ માટે કરારના આધારે કરવામાં આવશે. અરજદારોની મહત્તમ ઉંમર 63 વર્ષ નક્કી કરવામાં આવી છે. 5 ફેબ્રુઆરીના રોજ, ઉડ્ડયન મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરી સુધીમાં નિયામકમાં 1,630 મંજૂર પદો હતા, જેમાંથી 787 ખાલી હતા. કુલ પદોમાંથી 2022 અને 2024 વચ્ચે DGCAના પુનર્ગઠનના ભાગ રૂપે 441 પદો (26 ટેકનિકલ અને 15 નોન-ટેકનિકલ) બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે, ખાલી જગ્યાઓ ભરવા માટે સમયાંતરે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે.