India

નેહા બોરાનો પીસ બોન્ડ સાઈન કરવાનો ચોથી વાર ઈનકાર, SEM કોર્ટમાં 20 નવેમ્બરે ફરી સુનાવણી

By GS Team
29 Oct 20261 min read
TukuTouch Logo
AISAના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાએ ચોથી વખત 'પીસ બોન્ડ' ભરવાનો ઇનકાર કર્યો છે. દિલ્હી પોલીસે 16 ઓક્ટોબર 2026ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનને ગેરકાયદેસર ગણાવતા BNSની કલમ 126 હેઠળ કાર્યવાહીની ભલામણ કરી હતી. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને 20 નવેમ્બર 2026ના રોજ ફરીથી હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેહા બોરાનો પીસ બોન્ડ સાઈન કરવાનો ચોથી વાર ઈનકાર, SEM કોર્ટમાં 20 નવેમ્બરે ફરી સુનાવણી

AISA Leader Neha Bora Refuses Peace Bond: ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન એટલે કે AISAની રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાએ શાંતિ જાળવી રાખવા માટે 'પીસ બોન્ડ' ભરવા અને તેના પર દસ્તાખત કરવાનો ચોથી વાર ઈન્કાર કર્યો છે. આ બાબત બાદ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટે તેમને 20 નવેમ્બર 2026ના રોજ ફરીથી કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. નેહા બોરા અને તેમના સંગઠનનું માનવું છે કે, શાંતિપૂર્ણ વિરોધ કરવો કોઈ અપરાધ નથી અને આ બોન્ડ દ્વારા અભિવ્યક્તિ અને વિરોધના અધિકાર પર રોક લગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

આ આખો મામલો 16 ઓક્ટોબર 2026 ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે. દિલ્હી પોલીસે આ પ્રદર્શનને ગેરકાયદેસર ગણાવતા BNSની કલમ 126 હેઠળ કાર્યવાહીની ભલામણ કરી હતી, જેના આધારે પીસ બોન્ડ ભરવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હી હાઈકોર્ટે પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા નેહા બોરાની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ આ મામલો ફરી SEM કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે પોલીસને તમામ સંબંધિત દસ્તાવેજો નેહા બોરાને સોંપવાનો આદેશ આપ્યો હતો. હવે 20 નવેમ્બરે યોજાનારી આગામી સુનાવણી પર સૌની નજર રહેશે.