UP-કર્ણાટક સહિત ચાર રાજ્યોની 28 MLC સીટોની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, ક્યાં કોણ જીત્યું જુઓ પૂરી યાદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MLC Election Results Congress Zero Seats: દેશના ચાર રાજ્યો એવા ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રની કુલ 28 વિધાન પરિષદ એટલે કે MLC સીટો પર યોજાયેલી ચૂંટણીમાં દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. ખાસ કરીને કર્ણાટકમાં, જ્યાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં પણ ભાજપ-JDS ગઠબંધને તમામ 4 સીટો પર ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસનો સફાયો કરી દીધો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ મોટા ઉલટફેર જોવા મળ્યા છે. આ ચૂંટણીમાં માત્ર સ્નાતક અને શિક્ષક મતદાતાઓ જ મતદાન કરવા માટે પાત્ર હોય છે, અને મતપત્રો દ્વારા બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું.
ઉત્તર પ્રદેશ: પીએમ મોદીના ગઢ વારાણસીમાં સપાની મોટી જીત
ઉત્તર પ્રદેશની 11 વિધાન પરિષદ સીટોમાં 5 સ્નાતક અને 6 શિક્ષકમાંથી જાહેર થયેલા 9 પરિણામોમાંથી ભાજપે 6 અને સમાજવાદી પાર્ટીએ 3 સીટો પર જીત મેળવી છે. પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં વારાણસી શિક્ષક સીટ પર સમાજવાદી પાર્ટીના લાલ બિહારી યાદવે જીત મેળવી ચોંકાવનારૂં પરિણામ આપ્યું છે.
બિહાર: પટનામાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ધ્વસ્ત
બિહારની 8 સીટોના પરિણામોમાં પટના શિક્ષક સીટ પર છેલ્લા 30 વર્ષથી કબજો ધરાવતા ભાજપના નેતા નવલ કિશોર યાદવને RJDના ઉમેદવાર ડો. સંજીવ સિંહે હરાવ્યા છે. આ સિવાય પ્રશાંત કિશોરની 'જન સુરાજ' પાર્ટીએ દરભંગા શિક્ષક સીટ પરથી ડો. સુરેશ રાયની જીત સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. સરણ શિક્ષક સીટ પર ભાજપના બળવાખોર ઉમેદવાર રાહુલ રાજે અપક્ષ તરીકે જીત મેળવી છે.
કર્ણાટક અને મહારાષ્ટ્રના હાલ
કર્ણાટક: વિપક્ષી ભાજપ-JDS ગઠબંધને ચારેય સીટો એવી બેંગલુરુ શિક્ષક, ઉત્તર-પૂર્વ શિક્ષક, દક્ષિણ-પૂર્વ સ્નાતક અને પશ્ચિમ સ્નાતક બેઠક પર જીત મેળવીને સત્તાધારી કોંગ્રેસનો સફાયો કરી દીધો છે.
મહારાષ્ટ્ર: 5 સીટોની મતગણતરીમાં શાસક મહાયુતિ (NDA) 3 સીટો પર અને મહા વિકાસ અઘાડી (MVA) 2 સીટો પર ટકરાઈ હતી.




