India

અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતની ધરતી ધ્રુજી

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
શનિવારે સાંજે 6.04 કલાકે અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર પૂર્વોત્તર અફઘાનિસ્તાનમાં કાલાફગાનથી 81 કિલોમીટર દૂર, 215 કિલોમીટર ઊંડાઈએ હતું. આંચકા દિલ્હી-NCR સહિત પાકિસ્તાન, ભારત, ચીન, તાજિકિસ્તાન જેવા અનેક દેશોમાં અનુભવાયા. સદભાગ્યે, કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતની ધરતી ધ્રુજી

Earthquake in India: અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં શનિવારે સાંજે 6 વાગ્યાને 4 મિનિટે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Centre for Seismology)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર અફઘાનિસ્તાનમાં કાલાફગાનથી આશરે 81 કિલોમીટર દૂર, 36.442° ઉત્તરી અક્ષાંશ અને 70.672° પૂર્વી રેખાંશ પર અને ધરતીની સપાટીથી 215 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપનું કેન્દ્ર ધરતીની સપાટીથી અત્યંત ઊંડાઈએ હોવાના કારણે તેના આંચકા પાકિસ્તાન, ભારતના ઉત્તરી ભાગ, ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાન સહિત અનેક દેશોમાં અનુભવાયા હતા.

દિલ્હી-એનસીઆરમાં પણ કેટલીક સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટનામાં હાલમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનની કોઈ માહિતી મળી નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ધરતીની સપાટીથી વધુ ઊંડાઈએ આવતા ભૂકંપના આંચકા વ્યાપક વિસ્તારમાં અનુભવાય છે, પરંતુ સપાટી પર નુકસાન અપેક્ષાકૃત ઓછું થવાની સંભાવના રહે છે.