Get The App

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ 1 - image

Neet Exam Cancellation: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ ગત 3 મેના રોજ લેવાયેલી NEET 2026ની પરીક્ષા રદ કરવાની જાહેરાત આજે મંગળવારે કરી છે. રાજસ્થાનમાં પેપર લીકના કિસ્સાઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે. બીજી બાજુ બિહારમાં NEET પરીક્ષામાં પૈસા લઈ ડમી ઉમેદવાર બેસાડવાનો કારસો ઉજાગર થયો છે.

બિહારની સોલ્વર ગેંગનો પર્દાફાશ: MBBS વિદ્યાર્થી હતો માસ્ટરમાઇન્ડ

NEET 2026 પેપર લીક ટાણે બિહારમાં એક સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ થયો છે, જે એક ઉમેદવાર પાસેથી સીટ અપાવવા માટે રૂપિયા 50થી 60 લાખ વસૂલતી હતી. 2 મેના રોજ નાલંદા પોલીસે પાવાપુરી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન બે લક્ઝરી ગાડીઓમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી અવધેશ કુમાર VIMS મેડિકલ કૉલેજનો MBBSનો વિદ્યાર્થી છે. તેના મોબાઇલ તપાસતા આખું નેટવર્ક સામે આવ્યું હતું. ત્યારબાદ મુઝફ્ફરપુર સહિત અન્ય જિલ્લાઓમાં દરોડા પાડીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઉજ્જવલ હજુ ફરાર છે. જે  પાવાપુરી મેડિકલ કૉલેજનો 2022 બેચનો વિદ્યાર્થી છે.

કઈ રીતે ચાલતું હતું કૌભાંડ?

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ ઉમેદવારો પાસેથી રૂપિયા 1.5થી 2 લાખ ઍડ્વાન્સ પેમેન્ટ લેતી હતી. ત્યારબાદ અસલ ઉમેદવારની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર પર 'સોલ્વર'(બીજી વ્યક્તિ)ને બેસાડવાની તૈયારી કરવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ડૉક્ટરનો પુત્ર હર્ષરાજ અને અન્ય સાગરીતોનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને 5 મેના રોજ કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી દેવાયા છે.

રાજસ્થાનમાં મળ્યા હસ્તલિખિત 'ગેસ પેપર'

બીજી તરફ રાજસ્થાનમાં તપાસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી હસ્તલિખિત ગેસ પેપર (અનુમાનિત પેપર) મળી આવ્યા હતા, જેમના પ્રશ્નો અસલ પેપર સાથે મળતા આવે છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ(SOG) એ સીકર અને અન્ય વિસ્તારોમાંથી 13 શંકાસ્પદોની અટકાયત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે 720 માર્ક્સમાંથી 600 માર્ક્સના પ્રશ્નો પરીક્ષાના બે દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા. કેરળની મેડિકલ કૉલેજના એક વિદ્યાર્થીએ આ પ્રશ્નો સીકરમાં તેના મિત્રને મોકલ્યા હોવાનું મનાય છે.

વિદ્યાર્થીઓને ફી રિફંડ મળશે, ફરી રજિસ્ટ્રેશનની જરૂર નથી

NTA એ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા તેમની ફી પણ રિફંડ કરવામાં આવશે.

2024માં પણ વિવાદોમાં રહી હતી પરીક્ષા

ઉલ્લેખનીય છે કે 2024માં પણ NEET પરીક્ષા પેપર લીક અને વિવાદોના ઘેરામાં રહી હતી. તે સમયે પટના અને હજારીબાગમાં પેપર લીકના પુરાવા મળ્યા હતા, જોકે સુપ્રીમ કોર્ટે આખી પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કર્યો હતો અને માત્ર અમુક સેન્ટરો પર જ ફરીથી પરીક્ષા લેવાઈ હતી. તે સમયે 67 વિદ્યાર્થીઓને 720 માંથી 720 માર્ક્સ મળતા મોટો હોબાળો થયો હતો.

વિદ્યાર્થીઓને ફી રિફંડ મળશે, ફરી રજિસ્ટ્રેશનની જરૂર નથી

NTAએ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા તેમની ફી પણ રિફંડ કરવામાં આવશે.

2024માં પણ વિવાદોમાં રહી હતી પરીક્ષા

ઉલ્લેખનીય છે કે 2024માં પણ NEET પરીક્ષા પેપર લીક અને વિવાદોના ઘેરામાં રહી હતી. તે સમયે પટના અને હજારીબાગમાં પેપર લીકના પુરાવા મળ્યા હતા, જોકે સુપ્રીમ કોર્ટે આખી પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કર્યો હતો અને માત્ર અમુક સેન્ટરો પર જ ફરીથી પરીક્ષા લેવાઈ હતી. તે સમયે 67 વિદ્યાર્થીઓને 720 માંથી 720 માર્ક્સ મળતા મોટો હોબાળો થયો હતો.