India

સીમાંકન બિલ માટે NDA પાસે 45 MP ઓછા! સંજય રાઉતનો પાર્ટીઓ તૂટવાનો અને 150 કરોડની ઓફરનો મોટો દાવો

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
સંસદના શિયાળુ સત્રમાં સીમાંકન બિલ રજૂ થવાની શક્યતા વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે NDA પાસે આ બિલ પસાર કરવા 40-45 સાંસદો ઓછા છે. તેમણે 150 કરોડ રૂપિયામાં સાંસદોને ખરીદવાનો આરોપ લગાવ્યો, જે મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે નકાર્યો હતો. આ બંધારણીય સુધારા બિલ માટે બે તૃતીયાંશ બહુમતી અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન બિલ માટે NDA પાસે 45 MP ઓછા! સંજય રાઉતનો પાર્ટીઓ તૂટવાનો અને 150 કરોડની ઓફરનો મોટો દાવો

Delimitation Bill Parliament Winter Session : સંસદના શિયાળુ સત્રમાં સીમાંકન સાથે જોડાયેલું બંધારણીય સુધારા બિલ રજૂ થવાની ચર્ચા વચ્ચે રાજકીય વિવાદ વકર્યો છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે આ બિલ પસાર કરાવવા માટે NDA પાસે 40થી 45 સાંસદો ઓછા છે. તેમણે સાંસદોને પક્ષના વ્હિપ વિરુદ્ધ મતદાન કરવા માટે 150 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાટે આ દાવાને નકારી કાઢ્યો છે.

સાંસદોને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ

સંજય રાઉતે રવિવારે આરોપ લગાવ્યો હતો કે સરકાર સીમાંકન બિલ પસાર કરાવવા માટે જરૂરી સંખ્યાબળ એકત્ર કરી શકતી નથી. તેમણે દાવો કર્યો હતો કે નાના પક્ષોને તોડવા અને સાંસદોને દબાણમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાઉતે એવો પણ આરોપ લગાવ્યો કે સાંસદોને પક્ષનો વ્હિપ તોડીને મતદાન કરવા માટે 150 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. રાઉતે દાવો કર્યો હતો કે આ સમગ્ર વ્યવસ્થા માટે મહારાષ્ટ્ર સરકારના એક મોટા મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે અને પૈસા મહારાષ્ટ્રમાંથી આપવામાં આવશે. જોકે, તેમણે આ આરોપો લગાવતી વખતે કોઈ મંત્રી કે અન્ય વ્યક્તિનું નામ જાહેર કર્યું નહોતું.

મહારાષ્ટ્રના મંત્રીએ આરોપો નકાર્યા

મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાટે રાઉતના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે રાઉત પર ખોટું બોલવાનો આરોપ લગાવીને સવાલ કર્યો હતો કે 150 કરોડ રૂપિયાની ઓફર કોણ કરી રહ્યું છે, તેનું નામ રાઉત જાહેર કરે.

સીમાંકન બિલ માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી

ચર્ચા મુજબ, સરકાર શિયાળુ સત્રમાં સીમાંકન સાથે જોડાયેલું બંધારણીય સુધારા બિલ રજૂ કરી શકે છે. આ બિલ દ્વારા લોકસભાની વર્તમાન 543 બેઠકો વધારીને મહત્તમ 850 કરવાની દરખાસ્ત છે. તેનો હેતુ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો કરવાનો છે. બંધારણીય સુધારા બિલ પસાર કરવા લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. 543 બેઠકોના આધારે 361 મત જરૂરી છે. જોકે, ત્રણ બેઠકો ખાલી હોવાથી હાલ લોકસભામાં 540 સભ્યો છે. અહેવાલ મુજબ, NDA પાસે 320 સાંસદો છે. આથી બિલ પસાર કરવા માટે સરકારને અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે. હાલ શિયાળુ સત્રની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. ત્રણ દિવસના વિશેષ સત્રની પણ ચર્ચા છે, પરંતુ સરકાર તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી નથી.