'મુસ્લિમો સાબિત કરો કે તમે ભાજપના મિત્ર છો...' ચૂંટણી પ્રચારમાં CM શુભેન્દુ અધિકારીના નિવેદન પર વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suvendu Adhikari on Muslim Voters : પશ્ચિમ બંગાળથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ભાજપ વતી રાજ્યના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બે બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરતી વખતે મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારમાં કંઇક એવું કહી દીધું કે જેનાથી રાજકારણ ગરમાયું છે.
શું બોલ્યા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી?
શુભેન્દુ અધિકારીએ લઘુમતી મતદારોને કહ્યું કે આ તમારી પરીક્ષા છે. 6 ઓક્ટોબરે નંદીગ્રામ અને રેજિનગરમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં રેજિનગર મુસ્લિમ મતદારોની બહુમતીવાળી બેઠક છે. આ દરમિયાન જ ચૂંટણી પ્રચાર માટે હલ્દિયામાં શુભેન્દુ અધિકારીએ કહ્યું કે 'જો તમે સરકારની સાથે છો, મુખ્યમંત્રની પડખે રહેવા માગો છો અને સાથે મળીને કામ કરવા માગ છો તો 6 ઓક્ટોબરે તમારી પરીક્ષા છે, હું નિર્ણય તમારા પર છોડું છું તમે પાસ થવા માગો છો કે ફેલ.'
રાજકારણ ગરમાયું
સીએમ શુભેન્દુ અધિકારીના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે સીએમ સામે આરોપ મૂક્યો કે તેઓ મતદારોને ધમકાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શુભેન્દુ અધિકારીએ સભામાં કહ્યું હતું કે હું જોઈ રહ્યો છું કે અનેક મુસ્લિમો અહીં આવ્યા છે, જે મને કે ભાજપને વોટ નથી આપતા. હવે એક તક તમારી સામે છે. તમે સાબિત કરો કે સરકાર સાથે રહેવું છે કે નહીં? આ નિર્ણય તમારો રહેશે. મુસ્લિમો સાબિત કરે કે તે ભાજપના મિત્ર છે કે નહીં?




