India

મહારાષ્ટ્રમાં 'દાદા' ફરી સૌને ચોંકાવશે? પૂણેથી લઈને મુંબઈ સુધી રાજકારણમાં હલચલ તેજ

By GS TEAM
22 Dec 20251 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. પૂણેથી મુંબઈ સુધીના રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર ફરી એક થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી આ અટકળો હવે નિર્ણાયક તબક્કે પહોંચી હોય તેમ લાગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં 'દાદા' ફરી સૌને ચોંકાવશે? પૂણેથી લઈને મુંબઈ સુધી રાજકારણમાં હલચલ તેજ

Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. પૂણેથી મુંબઈ સુધીના રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર (Sharad Pawar And Ajit Pawar) ફરી એક થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી આ અટકળો હવે નિર્ણાયક તબક્કે પહોંચી હોય તેમ લાગે છે.

બંને NCPના વિલય માટે ગુપ્ત બેઠક યોજાઈ : મેયરનો દાવો

પૂણેના પૂર્વ મેયર દત્તા ધનકાવડે દાવા સાથે કહ્યું છે કે, ‘એનસીપીના બંને જૂથોના વિલય અંગેની ગુપ્ત બેઠકો પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે. શરદ પવાર જૂથના ઉમેદવારો હવે 'ઘડિયાળ'ના ચિહ્ન પર આગામી નગરપાલિકાની ચૂંટણી લડી શકે છે. આ જાહેરાત ગમે તે ક્ષણે થઈ શકે છે અને કાર્યકરોમાં પણ હવે કોઈ અસંતોષ રહ્યો નથી.’

આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે

મુંબઈમાં હાઇ-પ્રોફાઇલ બેઠકોનો દોર

મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન 'સિલ્વર ઓક' ખાતે પણ બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ બેઠકમાં જયંત પાટિલ, શશિકાંત શિંદે અને રાજેશ ટોપે જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક દરમિયાન જ અજિત પવારે રાજેશ ટોપે સાથે ફોન પર વાતચીત કરી હતી, જેણે આ વિલયની શક્યતાઓને વધુ બળ આપ્યું છે.

આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો