India

મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
કોલકાતાથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI676માં એક યુટ્યુબર અને એક મહિલા મુસાફર વચ્ચે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો અપલોડ કરનાર યુટ્યુબર માહી ખાન 'માહીનેર્જી' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ વીડિયોમાં મહિલાને યુવકને ધમકાવતા સાંભળી શકાય છે કે, 'જો તમારે મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે,' અને જ્યારે યુવકે મરાઠી બોલવાનો ઇન્કાર કર્યો, ત્યારે મહિલાએ કહ્યું, 'મુંબઈ ઉતર, પછી બતાવું છું કે ગેરવર્તણૂક શું હોય છે.' આ વીડિયો વાઇરલ થવાને કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ

Marathi Language Row: કોલકાતાથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI676માં એક યુટ્યુબર અને એક મહિલા મુસાફર વચ્ચે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો અપલોડ કરનાર યુટ્યુબર માહી ખાન 'માહીનેર્જી' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ વીડિયોમાં મહિલાને યુવકને ધમકાવતા સાંભળી શકાય છે કે, 'જો તમારે મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે,' અને જ્યારે યુવકે મરાઠી બોલવાનો ઇન્કાર કર્યો, ત્યારે મહિલાએ કહ્યું, 'મુંબઈ ઉતર, પછી બતાવું છું કે ગેરવર્તણૂક શું હોય છે.' આ વીડિયો વાઇરલ થવાને કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ફેલાયો છે.

મહિલાએ મરાઠી ન બોલવા બદલ ધમકી આપી 

વીડિયોમાં મહિલાએ યુવકને એવું કહેતા સાંભળી શકાય છે કે 'મરાઠી બોલો અથવા મુંબઈ છોડી દો.' વીડિયો પોસ્ટ કરતી વખતે યુવકે લખ્યું, 'આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI676માં એક મહિલાએ મને આ જ કહ્યું, અને પછી મને મરાઠી ન બોલવા બદલ ધમકાવ્યો. 2025માં એક એવા દેશમાં જે ગર્વથી ‘વિવિધતામાં એકતા’ કહે છે, ત્યાં આવું જોવા મળે છે.' 

વીડિયોમાં યુવક એ પણ જણાવે છે કે મહિલા સીટ 16A પર બેઠી હતી અને બૂમો પાડી રહી હતી કે મરાઠીમાં વાત કરો કારણ કે તું મુંબઈ જઈ રહ્યો છે. જ્યારે યુવકે શાંતિથી પૂછ્યું, 'આ શું ગેરવર્તણૂક છે?' તો મહિલાએ કહ્યું, 'મુંબઈ ઉતર, પછી બતાવું છું કે ગેરવર્તણૂક શું હોય છે.' 

આ પણ વાંચો: આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો

અનેક સવાલો ઊભા થયા

આ વાઇરલ વીડિયો પર ઘણા લોકો ટિપ્પણી કરી રહ્યા છે, કેટલાકનું કહેવું છે કે કદાચ આ સંપૂર્ણ વીડિયો નથી અને આખા મામલાની કોઈને ખબર નથી. જ્યારે, કેટલાક લોકોએ યુવક સાથે સહમતિ વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈ ભાષાને જબરજસ્તી લાદવી ખોટું છે અને કોઈ પણ મુસાફરને કોઈ ભાષા બોલવા માટે મજબૂર કરી શકાય નહીં.