Get The App

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના 1 - image


Mukhtar Ansari's shooter Shoaib shot dead: ઉત્તરપ્રદેશના બારાબંકીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની 10 થી 15 ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. શોએબ જેલર હત્યાકાંડનો આરોપી હતો. અજાણ્યા શખ્સોએ શોએબ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, શોએબ ઉર્ફે બોબી પોતાની બલેનો કારમાં લખનૌથી બારાબંકી તરફ જઈ રહ્યો હતો. જ્યારે તેની કાર અસૈની નજીક બ્રિજ પર પહોંચી ત્યારે ત્યાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેની કાર પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબાર એટલો ભયાનક હતો કે શોએબને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. એસપી અર્પિત વિજય વર્ગીય અને એએસપી વિકાસ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એડીજી ઝોન લખનૌ પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે રવાના થયા છે.

મૃતક શોએબ ઉર્ફે બોબીનું નામ ભૂતકાળમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા જેલર રમાકાંત તિવારી હત્યાકાંડમાં પણ જોડાયેલું હતું. 4 ફેબ્રુઆરી 1999ના રોજ લખનૌના રાજભવન પાસે જેલરની હત્યા કરવામાં આવી હતી, જેમાં મુખ્તાર અંસારી અને અભય સિંહ જેવા મોટા નામોની સાથે શોએબ પણ આરોપી હતો. જોકે, બાદમાં કોર્ટે તેને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. હાલમાં આ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસ જૂની અદાવત સહિતના તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે.