India

Gen-Z ને 'ગટર જનરેશન' કહીને ફસાયા સાંસદ કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
ભાજપના સાંસદ કંગના રણૌત 'Gen Z'ને 'ગટર જનરેશન' કહેવા બદલ કાનૂની સંકટમાં ફસાયા છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરતા યુવાનો સામેના તેમના નિવેદન બદલ આગ્રાની MP-MLA કોર્ટે અરજી સ્વીકારી છે. એડવોકેટ રમાશંકર શર્મા દ્વારા દાખલ કરાયેલી આ અરજી પર 21 ઓગસ્ટે સુનાવણી થશે. કંગનાએ સ્પષ્ટતા કરી કે તેમનો ઈરાદો બધા યુવાનો માટે ન હતો, પરંતુ વિવાદ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gen-Z ને 'ગટર જનરેશન' કહીને ફસાયા સાંસદ કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર

Kangana Ranuat and Gen Z News : અભિનેત્રી અને ભાજપના લોકસભા સાંસદ કંગના રણૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ફરી એકવાર કાનૂની સંકટમાં ફસાયા છે. દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો અને 'જેન ઝી' (Gen Z) ને 'ગટર જનરેશન' કહેવા બદલ તેમની સામે સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેને અદાલતે સુનાવણી માટે ગ્રાહ્ય રાખી છે.

આગ્રાની MP-MLA કોર્ટે અરજી સ્વીકારી

ઉત્તર પ્રદેશના આગ્રાની સ્પેશિયલ MP-MLA કોર્ટે મંગળવારે કંગના રણૌત વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને સ્વીકારી લીધી છે. આ અરજી એડવોકેટ રમાશંકર શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે 21 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

જૂન-જુલાઈ દરમિયાન પેપર લીકના મુદ્દાને લઈને દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કંગના રણૌતે એક વીડિયો સંદેશમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને 'ગટર જનરેશન' (Generation Gutter) કહ્યા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ યુવાનોની સોશિયલ મીડિયા રીલ્સ જોઈને તેમને 'ઘીન' આવે છે અને સવાલ ઉઠાવ્યો હતો કે 'આવા લોકોને કોણ જન્મ આપી રહ્યું છે અને કોણ ઉછેરી રહ્યું છે?'

વિદ્યાર્થીઓ અને માતા-પિતાનું અપમાન કરવાનો આરોપ

અરજીકર્તા અને વકીલ રમાશંકર શર્માએ જણાવ્યું હતું કે, કંગના રણૌતે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું ભારે અપમાન કર્યું છે અને તેમના માતા-પિતા વિરુદ્ધ પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, જો આગ્રા કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવશે, તો તેઓ સેશન કોર્ટ અને જરૂર પડીએ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે.

કંગનાનો સફાઈ આપવાનો પ્રયાસ

બીજી તરફ, વિવાદ વધતાં કંગના રણૌતે પોતાની સફાઈમાં જણાવ્યું હતું કે તેમણે તમામ યુવાનો માટે આ શબ્દ નહોતો વાપર્યો, પરંતુ રસ્તાઓ પર અશ્લીલ અને નૈતિકતા વગરનું વર્તન કરતા ચોક્કસ પ્રદર્શનકારીઓ માટે આ વાત કહી હતી. જોકે, તેમના આ નિવેદનને કારણે યુવા વર્ગ અને વિપક્ષી પક્ષોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.