India

દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધ્યું કેરળ, ઓડિશા, ઝારખંડમાં ભારે વરસાદ

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
ઓડિશામાં બંગાળની ખાડીમાં સર્જાયેલા ઓછા દબાણને કારણે ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેરળમાં પણ વ્યાપક વરસાદને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ અપાઈ છે. દિલ્હીમાં 2 વર્ષમાં જુલાઈનો સૌથી ગરમ દિવસ નોંધાયા બાદ વરસાદની આગાહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધ્યું કેરળ, ઓડિશા, ઝારખંડમાં ભારે વરસાદ

નવી દિલ્હી: સમગ્ર ભારતમાં રવિવારે ચોમાસાની સક્રિયતા ઝડપથી આગળ વધી હતી. કેરળ, ઓડિશા અને ઝારખંડમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં છેલ્લા બે વર્ષમાં જુલાઇનો સૌથી ગરમ દિવસ નોંધવામાં આવ્યાની વચ્ચે વરસાદ પણ પડયો હતો.
ઓડિશામાં બંગાળની ખાડીની ઉપર એક સ્પષ્ટ રૂપે ચિન્હિત ઓછા દબાણનાં ક્ષેત્રને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકારે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં હાઇ એલર્ટ જારી કરી છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે વરસાદ લાવવા માટેની સિસ્ટમ ચાંદબલી અને દીધાની વચ્ચે ઉત્તરી ઓડિશા તટને પાર કરવાની સંભાવના છે અને તેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી શકે છે.
કેરળનાં મોટા ભાગનાં વિસ્તારોમાં રવિવારે વ્યાપક વરસાદ પડયો હતો. જેના કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી હતી. આઇએમડીએ ૬ જુલાઇએ કન્નૂર અને કાસરગોડ માટે અને સાત જુલાઇએ કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. જો કે કેટલાક ઉત્તરી જિલ્લાઓ માટે યલો એલર્ટ ચાલુ રાખવામાં આવી છે.
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ભૂસ્ખલન અને અચાનક પૂરની આશંકાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરી છે કે જો અધિકારીઓ દ્વારા સલાહ આપવામાં આવે તો સુરક્ષિત સ્થળોએ ખસી જવામાં આવે.
દિલ્હીમાં રવિવારે બે વર્ષમાં જુલાઇનો સૌથી ગરમ દિવસ નોંધવામાં આવ્યો હતો. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
જો કે ભારતીય હવામાન વિભાગે દિલ્હીનાં કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા પછી આવતીકાલે ઓરેન્જ એલર્ટ હેઠળ મધ્યમ વરસાદની આગાહી કરી છે.