India

Gen Z સૌથી પ્રામાણિક પેઢી, દેશદ્રોહીનું લેબલ આપવાનું બંધ કરો: RSS પ્રમુખ મોહન ભાગવતની ટકોર

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતે Gen Zના વિરોધ પ્રદર્શનોને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે સુધારા માટે અવાજ ઉઠાવવો એ યુવાનોનો લોકતાંત્રિક અધિકાર છે અને તેમને દેશદ્રોહી ન કહેવાય. શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરવા અને બજેટના 6% શિક્ષણ માટે ફાળવવા તેમણે માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

Gen Z સૌથી પ્રામાણિક પેઢી, દેશદ્રોહીનું લેબલ આપવાનું બંધ કરો: RSS પ્રમુખ મોહન ભાગવતની ટકોર

Mohan Bhagwat Backs Gen Z Protests & Calls for Education Reforms : દિલ્હી સહિત દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના વિરોધ પ્રદર્શન અને તેના પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા મોહન ભાગવતે દેશની નવી પેઢી (Gen Z અને Gen Alpha) પર પૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ નવી પેઢી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે અને સુધારા માટે અવાજ ઉઠાવવો તથા સવાલો પૂછવા એ યુવાનોનો લોકતાંત્રિક અધિકાર છે.

તેમણે ઉમેર્યું હતું કે અમારી પેઢી જ્યારે યુવાન હતી ત્યારે વડીલોના આદેશો આંખ બંધ કરીને માનતી હતી, પરંતુ આજનો યુવાવર્ગ દરેક વાતમાં તર્ક અને પ્રેમાળ સમજૂતી માંગે છે.

'વિરોધ કરનારાઓને દેશદ્રોહીનું લેબલ ન આપો'

તાજેતરમાં જંતર-મંતર અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ, ટિયર ગેસ અને પેલેટ ગનના ઉપયોગના અહેવાલો અંગે બોલતા મોહન ભાગવતે કહ્યું હતું કે, તેમની પાસે આ ઘટનાઓની સંપૂર્ણ અને અધિકૃત માહિતી નથી. પરંતુ તેઓ ક્યારેય Gen Z ને આંદોલન ના કરવાનો આદેશ નહીં આપે.

Gen Z અને Gen Alpha સત્તાને સવાલ પૂછે છે અને પ્રેમથી તાર્કિક જવાબો માંગે છે. જો યુવાનો બૂમો પાડી રહ્યા હોય, તો તે કોઈનો વિરોધ કરવા માટે નહીં પરંતુ સિસ્ટમમાં સુધારા લાવવા માટે છે. માત્ર શેરીઓમાં ઉતરીને પ્રદર્શન કરવાથી કોઈ આંદોલન કે યુવાન દેશદ્રોહી બની જતો નથી.

  • મોહન ભાગવત

પ્રશ્નો પૂછતા યુવાનોને દેશદ્રોહી કે રાષ્ટ્રવિરોધી જાહેર કરવાને બદલે તેમની સાથે કરુણા, સંવેદના અને સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ. આજની પેઢી એ દેશની સૌથી વધુ પ્રામાણિક પેઢી છે અને તેમનો અવાજ સાંભળવો અત્યંત જરૂરી છે.

  • મોહન ભાગવત

શિક્ષણનું વ્યાપારીકરણ બંધ થાય, 6% બજેટ ફાળવણીની માંગને સમર્થન

દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારાની જરૂરિયાત પર ભાર મુકતા RSS પ્રમુખે જણાવ્યું હતું કે શિક્ષણ એ કોઈ વેપાર કે વ્યવસાય નથી. દેશના કુલ બજેટમાંથી 6% રકમ શિક્ષણ માટે ફાળવવાની વર્ષો જૂની માંગને તેમણે યોગ્ય ગણાવી હતી.

જોકે, તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ એ માત્ર સરકારની જ જવાબદારી નથી પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. ફી માળખામાં સુધારો કરવો, શિક્ષકોને યોગ્ય તાલીમ આપવી અને શિક્ષણનો આર્થિક બોજ ઘટાડવો એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

પાકિસ્તાન, ચીન અને LGBTQ+ મુદ્દે સંઘ વડાનું વલણ

પોતાના સંબોધનમાં મોહન ભાગવતે વિદેશ નીતિ અને સામાજિક મુદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ મંતવ્યો રજૂ કર્યા હતા:

  • પાકિસ્તાન અને ચીન: સંઘર્ષના સમયે દેશવાસીઓએ સરકારના નિર્ણયો સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. શાશ્વત નફરત કોઈ સમસ્યાનો ઉકેલ નથી, કારણ કે સમગ્ર માનવતા એક છે.
  • LGBTQ+: સમલૈંગિકતા અને LGBTQ+ સમુદાય અંગે બોલતા તેમણે કહ્યું કે આ લોકો પણ આપણા જ સમાજનો અવિભાજ્ય હિસ્સો છે અને ભારતીય પરંપરામાં તેમને સ્વીકારવાની પ્રાચીન પ્રથા રહી છે. જોકે, લગ્ન એ બે લોકો વચ્ચેનો કરાર નથી પરંતુ સમાજનો પાયાનો એકમ છે.