Get The App

મોદીના ભાજપે સૌથી મુશ્કેલ રાજનીતિક ગઢ પર જીત મેળવી : વિદેશી મીડિયા

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
મોદીના ભાજપે સૌથી મુશ્કેલ રાજનીતિક ગઢ પર જીત મેળવી : વિદેશી મીડિયા 1 - image

- બંગાળના ચૂંટણી પરિણામ આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાયા

- ભાજપની જીતથી યુનિફોર્મ સિવિલ કોડ જેવી નીતિઓ ગતિ પકડશે, હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને પણ વેગ મળશે

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપના સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ છવાયા હતા, બ્રિટનની સમાચાર એજન્સી રોયટર્સે લખ્યું હતું કે ભાજપની જીત અનેક રીતે મહત્વની છે, આ જીતથી યુનિફોર્મ સિવિલ કોડ જેવી મુખ્ય નીતિઓને ગતિ મળી શકે છે. ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ પરિણામ ભાજપ માટે સારા સાબિત થઇ શકે છે.  

બ્રિટનના વધુ એક મીડિયા હાઉસ બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસીએ સમાચારનું હેડિંગ આપ્યું છે મોદીના ભાજપે સૌથી મુશ્કેલ રાજનીતિક ગઢમાંથી એક બંગાળ પર જીત પ્રાપ્ત કરી છે. નરેન્દ્ર મોદીના રાજકીય પ્રભુત્વથી વર્ષો સુધી પશ્ચિમ બંગાળ એક અપવાદ બની રહ્યું હતું, બંગાળમાં મળેલી આ જીત મોદીના ૧૨ વર્ષના શાસનની સૌથી મહત્વપૂર્ણ સફળતાઓમાં એક છે. આ જીત મોદીના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને નવી ગતિ આપશે. 

જ્યારે જર્મનીના બ્રોડકાસ્ટર ડીડબ્લ્યુએ પોતાના સમાચારનું ટાઇટલ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં જીતનો દાવો કર્યો, મોદીની હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. મોદીની નજર હવે અન્ય વિપક્ષી રાજ્યોમાં પણ પોતાની પકડ મજબુત કરવા પર છે. તેવી જ રીતે તુર્કીના મીડિયા ટીઆરટી વર્લ્ડે લખ્યું હતું કે ભારતના મુખ્ય રાજ્યોમાં ચૂંટણીની મતગણતરી એવા સમયે થઇ રહી છે જ્યારે મતદાર યાદીમાંથી નામ હટાવવાના આરોપોને લઇને વિવાદ બનેલો છે. તેવી જ રીતે યુએઇ સ્થિત ગલ્ફ ન્યૂઝે  લખ્યું હતું કે બીજેપીને જીત, ટીએમસીને ઝટકો, વર્ષોથી બંગાળમાં જગ્યા સ્થાપિત કરવાના ભાજપના પ્રયાસો આખરે સફળ થયા. બાંગ્લાદેશના અખબાર પ્રથમ આલોમાં દાવો કરાયો છે કે માત્ર રાજ્ય જ નહીં પરંતુ ભારતીય ગણતંત્રનું ભવિષ્ય પણ સંકટમાં છે.