India

MLC ચૂંટણી: વારાણસીમાં જ ભાજપનો પરાજય, જાણો અખિલેશ યાદવની કઈ વ્યૂહનીતિથી દોડી સપાની 'સાયકલ'

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ(MLC) ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ(SP) શાનદાર પ્રદર્શન કર્યું છે. વારાણસી અને આગ્રા શિક્ષક બેઠક પરથી સપાના ઉમેદવારો લાલ બિહારી યાદવ અને ડૉ. આકાશ અગ્રવાલે જીત મેળવી છે. સપાએ 2020ની 3 બેઠકો ઉપરાંત વધુ 2 બેઠકો મેળવી છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ પર મતગણતરીમાં ગરબડનો આરોપ મૂકી ચૂંટણી પંચ સમક્ષ હસ્તક્ષેપની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

MLC ચૂંટણી: વારાણસીમાં જ ભાજપનો પરાજય, જાણો અખિલેશ યાદવની કઈ વ્યૂહનીતિથી દોડી સપાની 'સાયકલ'

UP MLC Election Result : ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ(MLC) ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી(SP)એ શાનદાર પ્રદર્શન દર્શાવીને તાકાતમાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર ગણાતા વારાણસીમાં જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસી શિક્ષક બેઠક પરથી સપાના ઉમેદવાર લાલ બિહારી યાદવ અને આગ્રા શિક્ષક બેઠક પરથી સપાના ઉમેદવાર ડૉ. આકાશ અગ્રવાલે જીત મેળવી છે. આ ઉપરાંત અલ્હાબાદ-ઝાંસી, વારાણસી અને લખનૌ સ્નાતક બેઠકો પર પણ સપાના ઉમેદવારો મજબૂત સરસાઈ ભોગવી રહ્યા છે.

2020 કરતાં પણ સપાની બેઠકો વધી

સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની ખાસ રણનીતિ આ ચૂંટણીમાં ખૂબ સફળ સાબિત થઈ છે. વર્ષ 2020માં યોજાયેલી MLC ચૂંટણીમાં સપાને આ 11 બેઠકોમાંથી 3 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે સપા પોતાની જૂની 3 બેઠકો બચાવવા ઉપરાંત અન્ય 2 બેઠકો પણ પોતાના ખાતામાં ઉમેરતી જોવા મળી રહી છે. 2 બેઠકો પર જીત અને અન્ય બેઠકો પર નિર્ણાયક લીડ મળતાં જ સપા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાત્રે 2 વાગ્યે અખિલેશનું ટ્વીટ અને ચૂંટણી પંચ સમક્ષ માંગ

અખિલેશ યાદવે મતગણતરી દરમિયાન સતત મોનિટરિંગ રાખ્યું હતું. આગ્રામાં સપાના ઉમેદવાર આકાશ અગ્રવાલ સાથે થયેલી મારામારીનો વીડિયો મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ 2:00 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો હતો અને આ મામલે ચૂંટણી પંચ તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી કડક માંગ કરી હતી.

ભાજપ પર મતગણતરીમાં ગરબડ અને ષડયંત્રના ગંભીર આક્ષેપો

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે MLC ચૂંટણીમાં ડૉ. સંજયન ત્રિપાઠીના પરિણામોને લઈને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. એક્સ પર પોસ્ટ કરીને તેમણે આરોપ મૂક્યો કે મતગણતરીમાં ગરબડ અને ષડયંત્ર રચીને સપાના ઉમેદવારને હરાવવાનો પ્રયાસ કરાયો છે. આ ષડયંત્રમાં ભાજપના નેતાઓ, સહયોગીઓ અને કેટલાક અધિકારીઓની ભૂમિકા સામે આવી છે. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે આ પક્ષ ‘વોટ’થી નહીં પરંતુ પોતાની ‘ખોટ’થી જીતવા માંગે છે. જોકે આ આરોપો અંગે કોઈ સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

શિક્ષકોના અપમાનનો મુદ્દો ગરમાયો

અખિલેશ યાદવે ઉમેદવાર ડૉ. સંજયન ત્રિપાઠીની કથિત હેરાનગતિ અને તેમના આંસુઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે શિક્ષક સમાજ આ અપમાન ક્યારેય નહીં ભૂલે. ભાજપના શાસનમાં શિક્ષકોનું સતત અપમાન થઈ રહ્યું છે અને શિક્ષકો પાસે ઘાસચારો એકઠો કરાવવા જેવા કામ કરાવવાનું ષડયંત્ર રચાય છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે રાજ્યનો શિક્ષક વર્ગ આ વ્યવહારને ક્યારેય માફ નહીં કરે.