India

વેપારી પાસે રસ્તા પર નાક ઘસાવનારા નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ, 3 સાથીદારની પણ ધરપકડ

By GS TEAM
23 Oct 20252 mins read
TukuTouch Logo
મેરઠના તેજ ગઢી ચાર રસ્તા પર એક વેપારીને માર મારીને સડક પર નાક રગડાવવાના ચકચારી કેસમાં પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે. આ કેસમાં વધુ ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે, અને મુખ્ય આરોપી તથા ભાજપના નેતા વિકુલ ચપરાણાને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પોલીસ હવે વિકુલની ફરીથી ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેપારી પાસે રસ્તા પર નાક ઘસાવનારા નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ, 3 સાથીદારની પણ ધરપકડ

Meerut news : ઉત્તર પ્રદેશમાં મેરઠના તેજ ગઢી ચાર રસ્તા પર એક વેપારીને માર મારીને સડક પર નાક રગડાવવાના ચકચારી કેસમાં પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે. આ કેસમાં વધુ ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે, અને મુખ્ય આરોપી તથા ભાજપના નેતા વિકુલ ચપરાણાને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પોલીસ હવે વિકુલની ફરીથી ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે.


શું હતી સમગ્ર ઘટના? 

આ સમગ્ર ઘટના તેજ ગઢી ચાર રસ્તા પાસે બની હતી, જ્યાં ભાજપ કિસાન મોરચાના તત્કાલીન ઉપાધ્યક્ષ વિકુલ ચપરાણાનો ગાડી કાઢવા બાબતે કેટલાક યુવકો સાથે ઝઘડો થયો હતો. આરોપ છે કે, આ ઝઘડા બાદ વિકુલે પોલીસની હાજરીમાં જ એક યુવકને માર માર્યો, ગાળો આપી અને તેને સડક પર નાક રગડવા માટે મજબૂર કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોબાળો મચી ગયો હતો.

આરોપી અને પોલીસકર્મીઓ પર કાર્યવાહી 

વીડિયો વાયરલ થયા બાદ અને પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠતા, વિકુલ ચપરાણાની ધરપકડ કરવામાં આવી હતી. હવે પાર્ટીએ તેની સદસ્યતા રદ કરી દીધી છે અને પોલીસે કેસમાં માર્ગ રોકવો, રમખાણ કરવું અને કારમાં તોડફોડ જેવી નવી કલમો ઉમેરીને કાયદાકીય સકંજો વધુ કડક બનાવ્યો છે. આ ઉપરાંત, ઘટના સમયે મૂકપ્રેક્ષક બનેલા ત્રણ પોલીસકર્મીઓ, જેમાં ચોકી ઇન્ચાર્જનો પણ સમાવેશ થાય છે, તેમને સસ્પેન્ડ (લાઈન હાજર) કરી દેવામાં આવ્યા છે.

આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે અને વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યું છે. જે મંત્રી સોમેન્દ્ર તોમરનું નામ લઈને વિકુલે ગુંડાગીરી કરી હતી, તેમણે પણ આ ઘટનાની નિંદા કરતા કહ્યું હતું કે યોગી સરકારમાં ખોટું કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી થશે.