India

મમતાનું વધ્યું ટેન્શન ! 15 બેંક ખાતા પર તાળું, રૂ.1000 કરોડ ફ્રીઝ થયા બાદ હાઈકોર્ટમાંથી રાહત મળશે ?

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં TMC ના 3 બેંક ખાતા ED દ્વારા ફ્રીઝ કરાતા કાયદાકીય લડાઈ તેજ બની છે. આ ખાતાઓમાં આશરે 440 કરોડ રૂપિયા જમા છે. ED ની કાર્યવાહી સામે પાર્ટીના એક જૂથે કલકત્તા હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. તેની સુનાવણી 13 જુલાઈના રોજ થશે. આ પહેલાં પણ મર્યાદિત રાહત મળી હતી. હવે કુલ 15 ખાતાઓમાં લગભગ 1000 કરોડ રૂપિયા પર પ્રતિબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મમતાનું વધ્યું ટેન્શન ! 15 બેંક ખાતા પર તાળું, રૂ.1000 કરોડ ફ્રીઝ થયા બાદ હાઈકોર્ટમાંથી રાહત મળશે ?

TMC Bank Accounts Frozen : પશ્ચિમ બંગાળમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા ફ્રીઝ કરવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓને લઈને કાયદાકીય લડાઈ તેજ થઈ ગઈ છે. ઇડી દ્વારા ફ્રીઝ કરાયેલા ત્રણ બેંક ખાતાઓ વિરુદ્ધ પાર્ટીના એક જૂથે કલકત્તા હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આ ત્રણ ખાતાઓમાં આશરે 440 કરોડ રૂપિયા જમા હોવાનું કહેવાય છે. આ અરજી પર હવે 13 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે. આ મામલો રાજ્ય પોલીસ અને ઇડીની અલગ-અલગ તપાસ સાથે જોડાયેલો છે. સૌથી પહેલા રાજ્ય પોલીસના નિર્દેશ પર ખાનગી બેંકમાં રહેલા આ ખાતાઓમાંથી નાણાં ઉપાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇડીએ મની લોન્ડરિંગ તપાસ હેઠળ આ ખાતાઓને સંપૂર્ણપણે ફ્રીઝ કરી દીધા. આથી આ મામલો ફરી હાઈકોર્ટ પહોંચ્યો છે.

પહેલા મળી હતી મર્યાદિત રાહત

આ પહેલા મમતા બેનર્જી રાજ્ય પોલીસની કાર્યવાહી સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની સિંગલ બેન્ચે અરજીકર્તા જૂથને આ ખાતાઓનો ઉપયોગ કરવાની મર્યાદિત અને શરતી મંજૂરી આપી હતી. પરંતુ અદાલતના આ આદેશના થોડા જ સમય બાદ ઇડીએ ત્રણેય ખાતા ફ્રીઝ કરી દીધા, જેનાથી મામલો ફરી ગૂંચવાઈ ગયો. ઇડીની કાર્યવાહી બાદ સંબંધિત જૂથે જસ્ટિસ કૃષ્ણ રાવની સિંગલ બેન્ચમાં નવી અરજી દાખલ કરી. અદાલતે આ અરજી સ્વીકારી લીધી છે. હવે આ મામલાની આગામી સુનાવણી 13 જુલાઈના રોજ થશે. માનવામાં આવી રહ્યું છે કે, સુનાવણીમાં એ સ્પષ્ટ થઈ શકે છે કે, ખાતાઓ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે કે કોઈ રાહત મળશે.

મામલા સાથે જોડાયેલી મોટી વાતો

કલકત્તા હાઈકોર્ટે પહેલા મમતા જૂથને આ ત્રણ ખાતાનો ઉપયોગ કરવાની શરતી અને મર્યાદિત મંજૂરી આપી હતી.
ત્યારબાદ મની લોન્ડરિંગના એંગલથી સમાંતર તપાસ કરી રહેલી ઇડીએ આ ત્રણેય ખાતાઓને સંપૂર્ણપણે ફ્રીઝ કરી દીધા.
આ મુશ્કેલીમાંથી રાહત મેળવવા માટે મમતા જૂથે તરત જ હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ રાવની સિંગલ બેન્ચનો દરવાજો ખટખટાવ્યો.
હાઈકોર્ટે અરજી સ્વીકારી લીધી છે. હવે આ અત્યંત સંવેદનશીલ અને મોટા મામલા પર આગામી સુનાવણી 13 જુલાઈના રોજ થશે.

બીજા 12 ખાતાઓ પર પણ લાગ્યો પ્રતિબંધ

આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. શુક્રવારના રોજ પશ્ચિમ બંગાળ પોલીસના નિર્દેશ પર વિવિધ સરકારી અને ખાનગી બેંકોમાં રહેલા પાર્ટીના અન્ય 12 બેંક ખાતાઓમાંથી પણ નાણાં ઉપાડવા પર રોક લગાવી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ 12 ખાતાઓમાં 550 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા છે. પહેલાથી ફ્રીઝ થયેલા ત્રણ ખાતાઓને ઉમેરીએ તો હવે કુલ 15 બેંક ખાતાઓ તપાસના દાયરામાં આવી ગયા છે. જેમાં જમા કુલ રકમ અંદાજે 1000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

હવે સૌની નજર 13 જુલાઈના રોજ થનારી સુનાવણી પર છે. અદાલતના નિર્ણયથી એ નક્કી થશે કે, ત્રણ બેંક ખાતાઓ પર ઇડીનો પ્રતિબંધ યથાવત રહેશે કે, અરજીકર્તા જૂથને કોઈ રાહત મળશે.