India

'SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું...', મમતા બેનરજીનું પહેલું નિવેદન

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
પ.બંગાળમાં વલણોમાં ભાજપનો મજબૂત પ્રદર્શન છતાં મમતા બેનરજીએ કહ્યું કે અમે જીતીશું. કાર્યકરો આશા ન છોડે અને તેઓ મતગણતરી કેન્દ્રો પર અડગ રહે. આ સાથે મમતા બેનરજીએ SIR દ્વારા વૉટ લૂંટવામાં આવી રહ્યાનો દાવો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું...', મમતા બેનરજીનું પહેલું નિવેદન

Mamata Banerjee First Reaction | પશ્ચિમ બંગાળમાં વલણોમાં ભાજપનો મજબૂત પ્રદર્શન છતાં મમતા બેનરજીએ કહ્યું કે અમે જીતીશું. કાર્યકરો આશા ન છોડે અને તેઓ મત ગણતરી કેન્દ્રો પર અડગ રહે. આ સાથે મમતા બેનરજીએ SIR દ્વારા વોટ લૂંટવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. 



અમે વેઇટ ઍન્ડ વૉચની સ્થિતિમાં 

મમતાએ કહ્યું કે ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે. છેલ્લા રાઉન્ડ સુધી આપણી જ જીત થશે. તેમાં કોઈ શંકા નથી. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય દેખાતા મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમે વેઇટ ઍન્ડ વોચની સ્થિતિમાં છીએ. અમે ચૂંટણીમાં ટાઇગર ચાઇલ્ડ તરીકે લડ્યા છીએ. 

મમતા બેનરજીએ ચૂંટણી પંચ સામે આરોપ મૂક્યો 

ચૂંટણી પંચ સામે આરોપ મૂકતાં મમતા બેનરજીએ કહ્યું કે ચૂંટણી પંચ જાણીજોઈને મતગણતરી ધીમી કરી રહ્યું છે. તેમણે મત ગણતરી અટકાવી દીધી છે. 7 મશીનો બંધ કરી દેવામાં આવી છે. ઑફિસોમાં તોડફોડ કરાઈ છે. વોટની લૂંટ થઈ રહી છે. અમે હજુ 100 સીટ પર આગળ છીએ. જે બતાવવામાં આવતા નથી. અમારી પોલીસ હવે માફિયાઓના ઇશારે કામ કરી રહી છે. તેમની સામે આત્મસમર્પણ કરી દીધું છે. 

293માંથી 191 પર ભાજપને લીડ  

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતાં રાજ્યના રાજકીય સમીકરણો પૂરેપૂરા બદલી નાખ્યા છે. કુલ 293 બેઠકોમાંથી ભાજપ હાલ 191 બેઠકો પર લીડ મેળવી રહ્યું છે, જે સરકાર બનાવવા માટે જરૂરી 148ના જાદુઈ આંકડા કરતાં ઘણી વધારે છે.

બીજી તરફ, છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 97 બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું જણાય છે. આ વલણો મુજબ, ભાજપને સીધી 114 બેઠકોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે, જ્યારે મમતા બેનરજીની પાર્ટીને 115 બેઠકોનું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. બંગાળમાં આ પ્રથમવાર હશે જ્યારે ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે, જે રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલા ટીએમસીના શાસનનો અંત લાવવાના મજબૂત સંકેત આપે છે.