India

ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં મોટી દુર્ઘટના : માનખુર્દમાં બિલ્ડિંગ ધરાશાયી, 6ના મોતની આશંકા

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈના માનખુર્દમાં રવિવારે રાત્રે એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જનતા નગર ખાતે હનુમાન મંદિર પાછળ ચાલ નંબર 5માં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઈમારતના 2-3 યુનિટ્સ તૂટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 6 લોકોના મોતની આશંકા છે, જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં મોટી દુર્ઘટના : માનખુર્દમાં બિલ્ડિંગ ધરાશાયી, 6ના મોતની આશંકા

Mumbai Building Collapse : મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં 6 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. માનખુર્દના જનતા નગર ખાતે આવેલા હનુમાન મંદિર પાછળ, ચાલ નંબર 5માં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઈમારતના 2થી 3 ઝૂંપડા જેવા યુનિટ્સ અચાનક તૂટી પડ્યા હતા. શરૂઆતી માહિતી મુજબ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ છે.

રેસ્ક્યુ ઓપરેશન શરૂ
દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બીએમસી વોર્ડનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઈમારત ધરાશાયી થતા અફરાતફરી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઈમારતનો હિસ્સો અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આસપાસના લોકો પણ તરત જ મદદે દોડી આવ્યા હતા અને રાહત કાર્યમાં જોડાયેલી ટીમોને સહકાર આપવા લાગ્યા હતા. સુરક્ષાના પગલાં રૂપે પોલીસે હાલમાં આખા વિસ્તારની ઘેરાબંધી કરીને નાકાબંધી કરી દીધી છે.

રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં
તંત્રના જણાવ્યા અનુસાર, હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વહીવટી વડાઓએ જણાવ્યું છે કે કાટમાળમાં ફસાયેલા લોકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ એજન્સીઓ પરસ્પર સંકલન સાથે કામ કરી રહી છે. આ સાથે જ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. બચાવ અભિયાન સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ જ જાનમાલના નુકસાનનો સાચો આંકડો સામે આવી શકશે.