શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, મુસાફરોને લઈ જતું ઈન્ડિગોનું વિમાન થાંભલા સાથે અથડાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indigo Plane News : જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. નવી મુંબઈથી શ્રીનગર પહોંચેલી ઈન્ડિગોની ફ્લાઇટ (6E 225) એરપોર્ટ પર પાર્કિંગ દરમિયાન 'વિઝ્યુઅલ ડોકિંગ ગાઇડન્સ સિસ્ટમ' (VDGS) ના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટના સવારે 9:02 વાગ્યાની આસપાસ બની હતી.
તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત
હાડકાં થીજવતી ઘટના સમયે પ્લેન મુસાફરોથી ભરેલું હતું, પરંતુ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને પણ ઈજા પહોંચી નથી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ એરપોર્ટની ફ્લાઇટ કામગીરી પર કોઈ અસર પડી નથી અને વિમાનોની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે.
તપાસના આદેશ આપ્યા
શ્રીનગર એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, ફ્લાઇટને 'બે 6' (Bay 6) પર પાર્ક કરવામાં આવી રહી હતી તે સમયે આ ટેકનિકલ કે માનવ ક્ષતિ સર્જાઈ હતી. એરપોર્ટ પર આ પ્રકારની ભૂલ કેમ થઈ તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ સામે આવશે.
મસ્કતમાં પાયલટની તબિયત લથડતાં ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી
બીજી તરફ, ગુરુવારે દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ (6E 1302) ના પાયલટની તબિયત અચાનક લથડતાં ફ્લાઇટને મસ્કત તરફ ડાઇવર્ટ કરવામાં આવી હતી. મસ્કત લેન્ડિંગ બાદ પાયલટને તબીબી સારવાર આપવામાં આવી હતી, જ્યાં તેમની હાલતમાં સુધારો થયો છે. મુસાફરોને બેંગલુરુ પહોંચાડવા માટે અન્ય ફ્લાઇટ અને નવી ક્રૂ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી.




