India

VIDEO : વારાણસીમાં મોટી કાર્યવાહી : દાલમંડીમાં 6 મસ્જિદો સહિત 179 મકાનો તોડાયા, ટૂંક સમયમાં બનશે રસ્તો

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
વારાણસીના દાલમંડી વિસ્તારમાં રસ્તાને પહોળો કરવા 9 મહિનાથી ચાલતી ડિમોલિશન કામગીરી અંતિમ ચરણમાં છે. 181 ભવનોમાંથી 179 પર બુલડોઝર ફર્યું, જેમાં 6 મસ્જિદો પણ હતી. હવે માત્ર 2 મકાનો તોડવાના બાકી છે, જે આ અઠવાડિયે પૂર્ણ થશે. 650 મીટર લાંબો અને 17.4 મીટર પહોળો નવો રસ્તો બનશે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ કામગીરી પાર પડી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : વારાણસીમાં મોટી કાર્યવાહી : દાલમંડીમાં 6 મસ્જિદો સહિત 179 મકાનો તોડાયા, ટૂંક સમયમાં બનશે રસ્તો

Varanasi Demolition : ઉત્તર પ્રદેશના વારાણસીના દાલમંડી વિસ્તારમાં રસ્તાને પહોળા કરવા માટે છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ પ્રોજેક્ટમાં આવતા કુલ મકાનોમાંથી હવે માત્ર 2 મકાનો જ તોડવાના બાકી રહ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ બંને મકાનો પર પણ આ જ અઠવાડિયે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.

181માંથી 179 ભવનો પર ચાલ્યું બુલડોઝર

દાલમંડીમાં રસ્તો પહોળો કરવા માટે કુલ 181 ભવનો કામગીરીના દાયરામાં આવ્યા હતા, જેમાં 6 મસ્જિદોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય વારાણસી વિકાસ પ્રાધિકરણ (VDA) દ્વારા ગેરકાયદે જાહેર કરાયેલા 4 ભવનો પર પણ બુધવારે કાર્યવાહી કરીને તેમને તોડી પાડવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 181માંથી 179 ભવનો પર તોડફોડની કામગીરી પૂરી થઈ ગઈ છે.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ કામગીરી

બુધવારે ડિમોલિશન દરમિયાન વિસ્તારમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ, પીએસી અને પેરામિલિટ્રીના જવાનો તૈનાત રહ્યા હતા. દશાશ્વમેધના એસીપી અક્ષત અંજન ત્રિપાઠી (ACP Atul Anjan Tripathi) જણાવ્યા મુજબ, જે 4 ભવનો પર કાર્યવાહી કરવામાં આવી તેમના માટે પહેલાથી જ આદેશ જાહેર કરી દેવાયો હતો અને તમામ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂરી કરવામાં આવી છે.

650 મીટર લાંબો અને 17.4 મીટર પહોળો બનશે નવો માર્ગ

ડિમોલિશનની સાથે વિસ્તારને સમતળ કરવાનું અને કાટમાળ ખસેડવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે, જે બાદ ત્યાં નવી પાઈપલાઈન નાખવામાં આવશે. તંત્રના પ્લાન મુજબ દાલમંડીમાં આશરે 650 મીટર લાંબો અને 17.4 મીટર પહોળો નવો રસ્તો બનાવવામાં આવશે. આ રસ્તાનું નિર્માણ કાર્ય આ જ વર્ષે પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.