India

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ

By GS Team
22 Jun 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા કથિત 'ઓપરેશન ટાઇગર' ની ભારે અટકળો વચ્ચે સોમવારે વિધાન પરિષદની બાકી રહેલી 11 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને મોટી જીત મેળવી કરી છે, પરંતુ નાશિક બેઠક પર ગઠબંધનને એક મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ

Gokul Gite wins Nashik MLC seat: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા કથિત 'ઓપરેશન ટાઇગર' ની ભારે અટકળો વચ્ચે સોમવારે વિધાન પરિષદની બાકી રહેલી 11 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને મોટી જીત મેળવી કરી છે, પરંતુ નાશિક બેઠક પર ગઠબંધનને એક મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. અહીં ભાજપના જ એક બળવાખોર ઉમેદવારે અપક્ષ તરીકે ચૂંટણી લડીને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના સત્તાવાર ઉમેદવારને પરાજય આપ્યો છે. આ પરિણામો એવા સમયે આવ્યા છે. જ્યારે રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો પક્ષ પલટો કરીને શિંદે જૂથમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કુલ 17 માંથી 16 બેઠકો પર મહાયુતિનો કબ્જો

આ વિધાન પરિષદ ચૂંટણીના આંકડા દર્શાવે છે કે મહાયુતિના ઉમેદવારોએ કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર વિજય મેળવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 6 બેઠકો પર મહાયુતિના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે બાકીની 11 બેઠકો પર સોમવારે પરિણામો જાહેર થયા હતા. મહાયુતિ ગઠબંધન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ 11, શિવસેનાએ 4 અને ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ (NCP) 2 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપ અને એનસીપીએ પોતાની તમામ બેઠકો જીતી લીધી છે, પરંતુ શિવસેનાને નાશિકમાં નુકસાન વેઠવું પડ્યું છે.

આ પણ વાંચો : શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

પ્રચાર કર્યા વગર જ બળવાખોર ઉમેદવારની જીત

નાશિક બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ગોકુલ ગીતેએ શાનદાર જીત મેળવી છે. જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા નરેન્દ્ર દરાડેને હારનો સામનો કરવો પડ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ચૂંટણી પહેલા ગોકુલ ગીતેને પોતાનું નામ પાછું ખેંચવા માટે મનાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મક્કમ રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેમણે આ ચૂંટણી માટે કોઈ ખાસ પ્રચાર પણ કર્યો નહોતો, છતાં મતદારોએ તેમના પર પસંદગી ઉતારી છે. મહાયુતિ ગઠબંધન માટે આ બળવો અને હાર એક મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહી છે.

પરિણામો વચ્ચે 'ઓપરેશન ટાઇગર' અંગે નેતાઓના નિવેદનો

આ ચૂંટણી પરિણામોની સાથે જ રાજ્યમાં 'ઓપરેશન ટાઇગર' ને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ચર્ચા છે કે શિવસેના યુબીટીના 6 સાંસદો ટૂંક સમયમાં પક્ષ બદલીને શિંદેની શિવસેનાને સમર્થન આપી શકે છે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સંકેત આપતા કહ્યું કે, 'તમને ટૂંક સમયમાં જ બ્રેકિંગ ન્યૂઝ મળશે. હું જ્યારે પણ કોઈ ઓપરેશન શરૂ કરું છું, ત્યારે તેને પૂરું કરીને જ જંપુ છું.' બીજી તરફ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ઓપરેશન સફળ રહ્યું છે અને સંગઠનની સ્થિતિ ઘણી મજબૂત છે, જેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.