Get The App

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત 1 - image


National News: મધ્ય પ્રદેશમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી આ અકસ્માત સર્જાયો હતો. તેમાં આશરે 50 લોકો સવાર હતા. તમામ લોકો પૂજા માટે કોઈ ગામમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને ટ્રેક્ટર સાથે ટ્રોલી પલટી ગઈ. પોલીસે પ્રાથમિક માહિતીના આધારે કહ્યું કે, અનુપપુર જિલ્લામાં બિજોરા ગામ પાસે એક ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી 6 લોકોના મોત થયા છે અને 40 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. 

બે લોકોના ઘટનાસ્થળે તો 4 લોકોના સારવાર દરમિયાન મોત

એડિશનલ પોલીસ અધિક્ષક (એડીશનલ SP)એ જણાવ્યું કે ટ્રેક્ટર-ટ્રોલીમાં આશરે 50 લોકો સવાર હતા. ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યા બાદ તે પલટી ગઈ હતી. ભોગ બનનાર લોકો પૂજા માટે પદમનિયાથી બિજોરા ગામ જઈ રહ્યા હતા. બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર અન્ય લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઈજાગ્રસ્તોની સારવાર પાલી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને ઉમરિયા જિલ્લાની મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન

મુખ્યમંત્રી મોહન યાદવે શનિવારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે બિજોરા ગામમાં એક માર્ગ અકસ્માતમાં લોકોના અકાળ મોત અને ઈજાગ્રસ્ત થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મંદિર જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે.