Get The App

પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..' લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય

ત્રણ દિવસ સુધી ભાઈ બહેન ઘરમાં પિતાના મૃતદેહ સાથે જ રહ્યા

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..' લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય 1 - image

 હત

Lucknow Blue Drum Case : લખનઉના આશિયાના વિસ્તારમાં બનેલી હૃદયકંપાવનારી ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. NEETની તૈયારી કરી રહેલા એક કલિયુગી પુત્રએ પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી, લાશના ટુકડા કરી તેને કેમિકલથી ઓગાળવાનો ભયાનક પ્લાન બનાવ્યો હતો. 

ક્રૂરતાની પરાકાષ્ઠા: પિતાની ઊંઘમાં જ હત્યા

લખનઉના બંગલા બજારમાં રહેતા દારૂ અને પેથોલોજીના કારોબારી માનવેન્દ્ર સિંહની તેમના જ પુત્ર અક્ષતે ઘાતકી હત્યા કરી નાખી. 20 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4:30 વાગ્યે, જ્યારે પિતા ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અક્ષતે રાઈફલ વડે તેમના માથામાં ગોળી મારી દીધી હતી. ગોળી એટલી નજીકથી મારવામાં આવી હતી કે પિતાનું ભેજું ઉડીને રૂમની દીવાલો અને પથારી પર ફેલાઈ ગયું હતું. આ અવાજ સાંભળીને જાગી ગયેલી બહેનને પણ અક્ષતે જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધી હતી. આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ત્રણ દિવસ સુધી ભાઈ બહેન ઘરમાં પિતાના મૃતદેહ સાથે જ રહ્યા હતા. તેમણે પાડોશીઓ સામે સામાન્ય દેખાવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બહેનનું મૌન પણ શંકાસ્પદ છે. બંનેએ એવું વર્તન કર્યું કે કોઈને જરાય શંકા નહોતી ગઇ. પોતાની કાકી સાથે પણ બંનેએ સામાન્ય દિવસોની જેમ જ વર્તન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાઈ અક્ષતના આ રાક્ષસી કૃત્યની બહેન પ્રત્યક્ષદર્શી છે. 

આરી અને ચપ્પુથી કર્યા લાશના ટુકડા

હત્યા બાદ અક્ષત પિતાની લાશને ઢસડીને બાથરૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે બજારમાંથી ખરીદેલી આરી અને 'બ્લિંકિટ' (Blinkit) એપ દ્વારા મંગાવેલા બે ધારદાર ચપ્પુ વડે પિતાના હાથ-પગ કાપી નાખ્યા હતા. લોહીથી ખરડાયેલા કપડાં, ચાદર અને ઓશીકાને તેણે નહેર કિનારે લઈ જઈને સળગાવી દીધા હતા. કાપેલા હાથ-પગને એક કોથળામાં ભરીને તે પોતાની કારની ડેકીમાં મૂકી આવ્યો અને બીજા દિવસે નહેર પાસેની ઝાડીઓમાં ફેંકી દીધા હતા.

કેમિકલથી લાશ ઓગાળવાનો હતો પ્લાન

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અક્ષતે આ હત્યા ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરી હતી. તેણે લાશના ટુકડાને નીલા રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં ભરી, 20 લીટર એસિડ (કેમિકલ) નાખીને તેને સંપૂર્ણપણે ઓગાળી દેવાની તૈયારી કરી રાખી હતી જેથી કોઈ પુરાવા ન બચે. પોલીસે આરોપીની નિશાનદેહી પર નહેર કિનારેથી માનવેન્દ્ર સિંહના કપાયેલા હાથ-પગ અને સળગેલા કપડાંની રાખ જપ્ત કરી છે.

હત્યા પાછળનું કારણ

પૂછપરછ દરમિયાન અક્ષતે જણાવ્યું કે ૧૯ ફેબ્રુઆરીની રાત્રે NEET ના અભ્યાસને લઈને પિતા સાથે તેનો જોરદાર ઝઘડો થયો હતો. આ વાતનો બદલો લેવા માટે તેણે બીજા જ દિવસે આ ભયાનક કાંડને અંજામ આપ્યો હતો. પોલીસે ડ્રમ, આરી અને એસિડ ક્યાંથી ખરીદ્યા હતા તેના પુરાવા પણ એકઠા કરી લીધા છે.