LPG ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર: આજે જ પૂરું કરો e-KYC, નહીં તો મોંઘો પડશે સિલિન્ડર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPG Gas Cylinder E-KYC Last Date : જો તમે હજુ સુધી તમારા LPG ગેસ સિલિન્ડરનું e-KYC નથી કરાવ્યું, તો આજે 16 ઓગસ્ટના રોજ આ કામ પૂરું કરવાની છેલ્લી તક છે. જો નક્કી કરેલા સમયમાં e-KYC પૂર્ણ નહીં થાય તો ઈન્ડેન (Indane), એચપી (HP) કે ભારત ગેસ (Bharat Gas) કનેક્શન સસ્પેન્ડ થઈ શકે છે અને સામાન્ય ઘરેલુ ભાવે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. સરકારી ગેસ કંપનીઓ સતત મોબાઈલ મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને આ પ્રક્રિયા પૂરી કરવા માટે એલર્ટ આપી રહી છે. આ કામ ખૂબ જ સરળ છે અને તેને ઘરે બેઠા પણ પૂર્ણ કરી શકાય છે.
સમયસર e-KYC નહીં થાય તો સિલિન્ડર મોંઘો પડશે
ગેસ પ્રોવાઈડર કંપનીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, 16 ઓગસ્ટની છેલ્લી તારીખ સુધીમાં ગ્રાહકોએ પોતાનું e-KYC ફરજિયાત કરાવી લેવું પડશે. જો ડેડલાઈન સુધીમાં આ કામ નહીં થાય, તો ગ્રાહકો નક્કી કરેલા ઘરેલુ ભાવે સિલિન્ડર ખરીદી શકશે નહીં અને તેમને ઊંચા ભાવ ચૂકવવા પડી શકે છે. સાથે જ સિલિન્ડરની ડિલિવરી મેળવવામાં પણ મુશ્કેલી આવી શકે છે, જેથી રસોઈનું બજેટ ન બગડે તે માટે તરત જ આ કામ પતાવી લેવું જરૂરી છે.
હાલમાં વિવિધ શહેરોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ
હાલના સમયમાં 14 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 942 રૂપિયા, મુંબઈમાં 941.50 રૂપિયા, કોલકાતામાં 968 રૂપિયા અને ચેન્નાઈમાં 957.50 રૂપિયા છે. આ સિવાય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને દર વર્ષે 4 એલપીજી સિલિન્ડરના રિફિલિંગ પર 300 રૂપિયાનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) આપવામાં આવે છે.
ઘરે બેઠા સરળતાથી e-KYC પૂર્ણ કરવાની રીત
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકો માટે e-KYC કરાવવાની સુવિધા ખૂબ જ સરળ બનાવી છે. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો પોતાના મોબાઈલમાં 'IndianOil ONE' એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા જ આ પ્રક્રિયા પૂરી કરી શકે છે. આ ઉપરાંત ગ્રાહકો પોતાની ગેસ એજન્સીના ડિસ્ટ્રિબ્યુટર પાસે જઈને અથવા ઘરે સિલિન્ડર આપવા આવતા ડિલિવરી સ્ટાફની મદદ લઈને પણ સરળતાથી e-KYC કરાવી શકે છે.









