India

આ બે બિલ પર સરકારે રાહુલ ગાંધી પાસે માંગ્યું સમર્થન! રિજિજુએ કહ્યું- અમે વિરોધી છીએ, દુશ્મન નહીં

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે FCRA અને સીમાંકન બિલ પર ચર્ચા કરી. સૂત્રો અનુસાર, સંસદમાં 2/3 બહુમતી મેળવવા ભાજપ કોંગ્રેસનું સમર્થન ઈચ્છે છે. જોકે, વિપક્ષે ગૃહમંત્રીના નિવેદન, રામ મંદિર મુદ્દે ચર્ચા અને સીમાંકન બિલમાં ફેરફારની 3 શરતો મૂકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ બે બિલ પર સરકારે રાહુલ ગાંધી પાસે માંગ્યું સમર્થન! રિજિજુએ કહ્યું- અમે વિરોધી છીએ, દુશ્મન નહીં

Kiren Rijiju Meets Rahul Gandhi Over FCRA and Delimitation Bill Support : સંસદનું ચોમાસું સત્ર છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત હોબાળાને કારણે સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે છેલ્લા 10 દિવસમાં બીજી વખત યોજાયેલી બેઠકે દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ મુલાકાત બાદ કિરન રિજિજુએ કહ્યું કે, રાહુલ ગાંધી અમારા વિરોધી છે, દુશ્મન નહીં.

નીટ પેપર લીક મુદ્દે Gen Z યુવાનો અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, નવી દિલ્હીમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર કરાયેલી કાર્યવાહી અને અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના આક્ષેપો જેવા ગંભીર મુદ્દાઓ પર વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે.

મોદી સરકારને કેમ પડી વિપક્ષના સમર્થનની જરૂર?

સૂત્રોના જણાવ્યા અનુસાર, કિરેન રિજિજુ અને રાહુલ ગાંધી વચ્ચેની વાતચીતમાં મુખ્યત્વે ત્રણ મોટા બંધારણીય સુધારા અને બિલ પર ચર્ચા થઈ હતી.

  • મહિલા અનામત વિધેયક
  • સીમાાંકન (Delimitation) સંબંધિત બંધારણીય સુધારો બિલ
  • FCRA સુધારા બિલ

આ મહત્વના બિલો સંસદમાંથી પાસ થાય. બંધારણીય સુધારા સંબંધિત બિલ પાસ કરાવવા માટે સંસદના બંને ગૃહમાં બે-તૃતીયાંશ (2/3) બહુમતીની કડક જરૂરિયાત હોય છે. NDA ગઠબંધન પાસે પૂરતું સંખ્યાબળ હોવા છતાં પોતાના દમ પર બે-તૃતીયાંશ બહુમતી મેળવવી મુશ્કેલ છે, જેથી કેન્દ્ર સરકાર હવે આક્રમક વલણ છોડીને કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ ગઠબંધન સાથે સંવાદનો માર્ગ અપનાવી રહી છે.

સૂત્રો અનુસાર રિજિજુ સાથે ફોન પર અને સંસદમાં થયેલી લાંબી ચર્ચા બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ એકલા કોઈ નિર્ણય નહીં લે. તેઓ આખી દરખાસ્ત અંગે ‘ઇન્ડિયા’ ગઠબંધનના તમામ સહયોગી પક્ષો સાથે બેઠક કરશે અને સર્વસંમતિ બાદ જ સરકારને જવાબ આપશે.

વિપક્ષે સરકાર સમક્ષ મૂકી 3 કડક શરતો

સરકારની આ સંવાદની પહેલ છતાં હજુ સુધી કોઈ મોટો ઉકેલ આવ્યો નથી. કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધને સંસદ ચલાવવા માટે સરકાર સમક્ષ ત્રણ મુખ્ય શરતો રાખી છે.

  1. ગૃહમંત્રીનું નિવેદન: દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ અંગે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં સત્તાવાર જવાબ આપે.
  2. રામ મંદિર મુદ્દે ચર્ચા: અયોધ્યા રામ મંદિર દાન ચોરીના આરોપો પર ગૃહમાં ખુલ્લી ચર્ચા કરાવવામાં આવે.
  3. સીમાાંકન બિલમાં ફેરફાર: વર્તમાન સ્વરૂપમાં લાવવામાં આવી રહેલા સીમાાંકન બિલ સામે વિપક્ષનો સખત વિરોધ છે.

રાજકીય વિશ્લેષકોના મતે, તાજેતરમાં દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને પેટાચૂંટણીના પરિણામો બાદ કેન્દ્ર સરકારે પોતાની વ્યૂહરચના બદલીને વિપક્ષ સાથે બંધ બારણે ચર્ચાના દરવાજા ખોલ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ સાથેની આ બંધ બારણે થયેલી વાતચીત સંસદની મડાગાંઠ ઉકેલવામાં સફળ રહે છે કે નહીં.