India

ખાન સરે ઓછી ફીમાં ભણાવવાની કિંમત ચૂકવવી પડી, પટણાના કોચિંગ ક્લાસ પર હુમલા બાદ સનસનીખેજ આરોપ

By GS Team
3 Jun 20263 mins read
TukuTouch Logo
ખાન સરના તરીકે દેશભરમાં જાણીતા બિહારના ફૈઝલ ખાન સરના કોચિંગ સેન્ટરમાં તોડફોડ કરીને ગાર્ડ પર હુમલો કરાતા હોબાળો મચી ગયો છે. આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે. પટણા પોલીસે જણાવ્યું છે કે, કદમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા 'ખાન ગ્લોબલ સ્ટડીઝ' (Khan Global Studies) કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર 2 જૂનની રાત્રે લગભગ 10:10 વાગ્યે પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું છે કે અન્ય એક કોચિંગ સંસ્થા, 'જ્ઞાન બિંદુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ' સાથે સંકળાયેલા આશરે 15 થી 20 લોકો આ હુમલામાં સામેલ હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાન સરે ઓછી ફીમાં ભણાવવાની કિંમત ચૂકવવી પડી, પટણાના કોચિંગ ક્લાસ પર હુમલા બાદ સનસનીખેજ આરોપ

Khan Sir Patna Coaching Center Attacked: ખાન સરના તરીકે દેશભરમાં જાણીતા બિહારના ફૈઝલ ખાન સરના કોચિંગ સેન્ટરમાં તોડફોડ કરીને ગાર્ડ પર હુમલો કરાતા હોબાળો મચી ગયો છે. આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે. પટણા પોલીસે જણાવ્યું છે કે, કદમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા 'ખાન ગ્લોબલ સ્ટડીઝ' (Khan Global Studies) કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર 2 જૂનની રાત્રે લગભગ 10:10 વાગ્યે પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું છે કે અન્ય એક કોચિંગ સંસ્થા, 'જ્ઞાન બિંદુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ' સાથે સંકળાયેલા આશરે 15 થી 20 લોકો આ હુમલામાં સામેલ હતા. 

સિક્યોરિટી ગાર્ડ પર હુમલો અને તોડફોડ

અહેવાલો અનુસાર, આ ઘટનામાં એક જૂથે ખાન સરના કોચિંગ સેન્ટરના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલા દરમિયાન સંસ્થાની મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 

પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટના વખતે કોઈ ગોળીબાર થયો હોવાના પુરાવા મળ્યા નથી. સીસીટીવી ફૂટેજમાં ગોળીબારની કોઈ પુષ્ટિ થઈ નથી. આ હુમલામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે દરોડા પડાઈ રહ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.

બિહાર પોલીસ ભરતીના પરિણામોનું કનેક્શન 

આ ઘટનાની જાણ થતાં જ સંસ્થાના સંચાલક અને શિક્ષક ફૈઝલ ખાન (ખાન સર) રાત્રે લગભગ 11:30 વાગ્યે કોચિંગ સેન્ટર પર પહોંચ્યા હતા. આ હુમલા અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્ત્વો અમારા પરિસરમાં ઘૂસી આવ્યા હતા, ગાર્ડ પર હુમલો કર્યો હતો અને મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. ક્લાસ તો પૂરા થઈ ગયા હતા, બિહાર પોલીસ ભરતીના પરિણામો આવ્યા હતા, જેમાં હજારો વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ હુમલાનું કનેક્શન તે પરિણામો સાથે છે. અમે થાકેલા હતા, ત્યારે જ કેટલાક અસામાજિક તત્ત્વો આવ્યા, ધમકીઓ આપી અને ગાર્ડને માર માર્યો.

ફી ઓછી હોવાને કારણે હુમલો થયાનો આક્ષેપ

આ ઘટનાને ખાન સરે તાજેતરના બિહાર પોલીસ ભરતી પરીક્ષાના પરિણામો સાથે જોડતા હોબાળો મચી ગયો છે. ખાન સરે દાવો કર્યો કે અમારી સંસ્થાના હજારો વિદ્યાર્થી આ પરીક્ષામાં પસંદ થયા છે. સફળ ઉમેદવારો માટે એક સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પૂરો થયા પછી કેટલાક લોકો સંસ્થામાં આવ્યા અને ધમકી આપી કે બે દિવસમાં આ સંસ્થાને ‘બોમ્બથી ઉડાવી દેવાની’ પણ ધમકી આપી. 

ખાન સરે શંકા વ્યક્ત કરી, ‘આ હુમલા પાછળ હરીફ કોચિંગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોનો હાથ હોઈ શકે છે. આ મામલો હજી તપાસ હેઠળ છે, પરંતુ કેટલીક કોચિંગ સંસ્થાઓ અમારી ઓછી ફીથી પરેશાન છે. તેઓ મારો વિરોધ પણ કરે છે, પરંતુ ગરીબોને ભણવાનો પૂરેપૂરો અધિકાર છે.’

આ પણ વાંચો: 'બળવા' વચ્ચે મમતા બેનરજીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ

નોંધનીય છે કે, આ ઘટના બાદ પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ પ્રમાણે, આ હુમલામાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલા હતા, જેમણે આ સંસ્થાના પોસ્ટરો ફાડ્યા હતા. જો કે, બુધવારે સવારે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક જૂથ આ હુમલાના વિરોધમાં કોચિંગ સેન્ટરની બહાર એકઠું થયું હતું. પોલીસ હાલ આ મામલે તપાસ હાથ ધરી છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.