Get The App

ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત 1 - image

- સીઆઇએ લાંબા સમયથી ખામેનેઇને ટ્રેક કરી રહી હતી

- ખામેનેઇ કયા સ્થળે સર્વોચ્ચ બેઠક યોજે છે અને તેનો સમય શું હોય છે તેની તમામ પેટર્નનો અભ્યાસ કરાયો હતો

નવી દિલ્હી: 28 ફેબુ્રઆરી 2026ના રોજ મિડલ ઇસ્ટનો ઇતિહાસ કાયમ માટે બદલાઇ ગયો હતો, આ દિવસ હતો ઇરાનના સર્વોચ્ચ વડા અલી ખામેનેઇના મોતનો. ખામેનેઇની હત્યા કરવામાં ગણતરીની મિનિટો લાગી પરંતુ આ માટેના આયોજન પાછળ એક-બે દિવસો નહીં પણ મહિનાઓ સુધીની મહેનત હતી. ખામેનેઇના ખાતમા માટેના અમેરિકા અને ઇઝરાયેલના આ ગુપ્ત ઓપરેશનની કેટલીક માહિતી સામે આવી છે.  

ખામેનેઇ હુમલા સમયે ક્યા હશે તેની વિગતો ઇઝરાયેલી એજન્સી મોસાદને મળી જે બાદ હવાઇ હુમલા કરાયા હતા

ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ અમેરિકાની ગુપ્ત એજન્સી સીઆઇએ ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇને મહિનાઓથી ટ્રેક કરી રહી હતી. ખામેનેઇ ક્યા સમયે ક્યા જાય છે કઇ ઇમારતમાં કામ કરે છે તેની તમામ વિગતો એકઠી કરવામાં આવી હતી. આ તમામ મહેનત બાદ અંતે મોકો મળી ગયો અને હુમલો કરી દેવામાં આવ્યો. શનિવારે સવારે ઇરાનના ટોચના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક તેહરાનમાં રાષ્ટ્રપતિ ભવને યોજાવા  જઇ રહી છે તેની જાણકારી સીઆઇએને મળી ગઇ હતી. ખામેનેઇ કઇ જગ્યા પર હાજર રહેશે તેની અત્યંત ગુપ્ત માહિતી સીઆઇએ દ્વારા બાદમાં ઇઝરાયેલ સુધી પહોંચાડવામાં આવી હતી. 

બાદમાં ઇઝરાયેલના બેઝ પરથી સ્થાનિક સમય મુજબ સવારે છ વાગ્યે જેટ્સે ઉડાન ભરી તેના બે કલાક અને પાંચ મિનિટ બાદ સવારે આશરે ૯.૪૦ વાગ્યે (તેહરાન સમય મુજબ) લોંગ રેન્જ મિસાઇલો એ કમ્પાઉન્ડ પર ત્રાટકી કે જ્યાં ખામેનેઇ બેઠક યોજી રહ્યા હતા. એવા અહેવાલો છે કે આ ઓપરેશનમાં અમેરિકી મિસાઇલ અને ઇઝરાયેલના જેટ્સનો ઉપયોગ થયો હતો.   જ્યારે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે કહ્યું હતું કે આ સંપૂર્ણ ઓપરેશન ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સની મદદથી ઇઝરાયેલ એર ફોર્સ  દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે વધુમાં કહ્યું હતું કે ઇઝરાયેલનો નાશ કરવાનો ઇરાને પ્લાન તૈયાર કર્યો હતો અને ખામેનેઇ તેના કરતા ધરતા હતા. ખામેનેઇના મોતને પગલે એક દસકાથી ચાલી રહેલા આ ચેપ્ટરનો પણ અંત આવી ગયો છે. એવા પણ અહેવાલો છે કે ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ દ્વારા ખામેનેઇની બેઠક, સમય, સ્થળ વગેરેની માહિતી મળી હતી. જેને બાદમાં ઇઝરાયેલ સૈન્ય, એરપોર્સ સુધી પહોંચાડાઇ હતી. અને તક મળતા જ ઇઝરાયેલ અને ઇરાનની મિસાઇલો ખામેનેઇ પર તુટી પડી હતી.