India

માફીથી કામ નહીં ચાલે, 6 મહિના મફત કાનૂની સેવા આપો...' હાઈકોર્ટની 28 વકીલોને અનોખી સજા

By GS Team
28 Jul 20242 mins read
This article was originally published on 28 Jul 2024
TukuTouch Logo
કેરળ હાઈ કોર્ટે કોટ્ટયમ બાર એસોસિએશનના 28 વકીલોને કોર્ટની અવમાનનના કરવા બદલ છ મહિના સુધી મફત કાનૂની સેવાઓ આપવા નિર્દેશ કર્યો છે. કોર્ટની કાર્યવાહીમાં ભંગ કરવા બદલ 28 વકીલોને આ સજા ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માફીથી કામ નહીં ચાલે, 6 મહિના મફત કાનૂની સેવા આપો...' હાઈકોર્ટની 28 વકીલોને અનોખી સજા

Keral High court Directions: કેરળ હાઈ કોર્ટે કોટ્ટયમ બાર એસોસિએશનના 28 વકીલોને કોર્ટની અવમાનનના કરવા બદલ છ મહિના સુધી મફત કાનૂની સેવાઓ આપવા નિર્દેશ કર્યો છે. કોર્ટની કાર્યવાહીમાં ભંગ કરવા બદલ 28 વકીલોને આ સજા ફટકારી છે. 

અપમાનજનક સુત્રોચ્ચારના કારણે કાર્યવાહી

કેરળ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ગતવર્ષે કોટ્ટાયમમાં કોર્ટની અંદર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરૂદ્ધ અપમાનજનક સુત્રોચ્ચારના કારણે આ વકીલો વિરૂદ્ધ કોર્ટની અવમાનના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી કોર્ટે ગરીબ અને જરૂરિયાતમંદોને છ મહિના સુધી મફત કાનૂની સેવા આપવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ તમે રોડ પરથી પાણીનો કેવી રીતે નિકાલ કરો છો તે અગત્યનું, બાકી બધી વાર્તા..': ગુજરાત હાઈકોર્ટ

કોર્ટે કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે, માફી માંગી ગુનામાંથી છટકી જવાનો માર્ગ મંજૂર નથી. માફી એ ફરજમાંથી છટકી જવાનો સરળ માર્ગ છે. વકીલો આ નિર્દેશનું પાલન કરવા મંજૂર થયા હતા. તેમના કાયદાની પ્રેક્ટિસ પર આ આદેશની કોઈ અસર થશે નહીં. 29માંથી 2 વકીલોએ બિનશરતી માફી માગી હતી, જેને સ્વીકારવામાં આવી છે, પરંતુ તેમણે પણ છ મહિના સુધી આ સેવા તો આપવી જ પડશે.

શું બનાવ હતો?

ગત નવેમ્બરે કોટ્ટયમ સીજેએમના વી.વી. સેથુમોહને એક વકીલ વિરૂદ્ધ બનાવટી કેસ ઉભો કર્યો હોવાના આરોપ સાથે કોર્ટમાં તેમના પ્રવેશ સાથે જ વકીલોના ટોળાંએ વિરોધ કરતાં તેમની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાનો રિપોર્ટ મળતાં કેરળ હાઈકોર્ટે અવમાનનાની નોટિસ જારી કરી હતી.