India

જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના કેસમાં કેરળ સરકારે તપાસ શરૂ કરી

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
કેરળ સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. તેઓ ૨૦૦૬માં કેરળના PWD સચિવ હતા, ત્યારે રોડ નિર્માણ કોન્ટ્રાક્ટમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. મલેશિયન પ્રોજેક્ટ મેનેજર લી સી બીનની આત્મહત્યા કેસમાં પણ તેમનું નામ સંડોવાયેલું છે. આ 20 વર્ષ જૂનો કેસ ફરી ખુલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના કેસમાં કેરળ સરકારે તપાસ શરૂ કરી

કોચી/નવી દિલ્હી : 'સર' કામગીરી મુદ્દે વિવાદોમાં ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનોએ મોરચો માંડયો છે ત્યારે હવે કેરળ સરકારે કેરળ લોક નિર્માણ વિભાગના સચિવપદે તેમણે આચરેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં ભ્રષ્ટાચારના આરોપો ઉપરાંત ૨૦૦૬માં મલેશિયાના સિવિલ એન્જિનિયર લી સી બીનની આત્મહત્યાના કેસ સાથે તેમનું નામ જોડાયું છે.
કેરળના ગૃહમં્ષી રમેશ ચેન્નિથલાએ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગુનાઈત ગબનના આરોપો બદલ વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ૨૦ વર્ષ જૂના એક મોટા વહીવટી અને ભ્રષ્ટાચારનો કેસ ફરી ખોલવામાં આવ્યો છે. આ કેસ વર્ષ ૨૦૦૬નો છે જ્યારે ૧૯૮૮ની બેચના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર કેરળ સરકારમાં લોક નિર્માણ વિભાગ (પીડબલ્યુડી)ના સચિવ તરીકે તૈનાત હતા.
મલયાનકીઝુ વેણુગોપાલ તરફથી નોંધાવાયેલી ફરિયાદ પછી કેરળ સરકારે આ પગલું લીધું છે. ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે ૨૦૦૬માં પીડબલ્યુડી સચિવ તરીકે જ્ઞાનેશ કુમારે કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ માર્ગ નિર્માણના કોન્ટ્રાક્ટ આપવામાં ભારે નાણાકીય ગડબડો અને ભ્રષ્ટાચાર આચર્યો હતો. વિવાદ વધતા ૨૦૦૬ના અંત પહેલાથી જ જ્ઞાનેશ કુમારને પીડબલ્યુડીના સચિવ પદેથી હટાવીને ટ્રાન્સફર કરી દેવાઈ હતી. તે સમયે પણ એક પ્રારંભિક તપાસ થઈ હતી, પરંતુ ફરિયાદીનો આરોપ હતો કે જૂની તપાસને કોઈપણ તાર્કીક નિષ્કર્ષ પર પહોંચ્યા વિના દબાણ હેઠળ બંધ કરી દેવાઈ હતી.
આ સિવાય જ્ઞાનેશ કુમાર એક મલેશિયન પ્રોજેક્ટ મેનેજરની આત્મહત્યાના કેસમાં પણ સંડોવાયેલા છે. કેરળ માર્ગ પ્રોજેક્ટમાં પીએટીઆઈ-બીઈએલ નામની ભારત-મલેશિયાની સંયુક્ત કંપની કામ કરતી હતી. આ કંપનીના મુખ્ય પ્રોજેક્ટ મેનેજર અને મલેશિયન નાગરિક લી સી બીને ૨૦૦૬માં મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરમાં આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા અને તત્કાલિન રિપોર્ટો મુજબ લી સી બીનની સુસાઈડ નોટમાં જ્ઞાનેશ કુમાર અને પીડબલ્યુડીના અન્ય ટોચના અધિકારીઓનું નામ લખાયેલું હતું. તેમના પર આરોપ મૂકાયો હતો કે ભારતીય અધિકારીઓ દ્વારા તેમને ભારે ભ્રષ્ટાચાર, લાંચરુશ્વત અને માનસિકરૂપે