India

બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઊડ્યા, લિવ-ઈનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું

By GS TEAM
22 Oct 20252 mins read
TukuTouch Logo
કર્ણાટકના આઇટી હબ બેંગલુરુમાં ભાડાના એપાર્ટમેન્ટમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક યુગલ મૃત હાલતમાં મળી આવ્યું છે. પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ ઝઘડા બાદ આપઘાત કર્યાં હોવાનો મામલો હોવાની શંકા વ્યક્ત કરી છે. મૃતકોની ઓળખ ઓડિશાના વતની સીમા નાયક (25) અને રાકેશ નાયક (23) તરીકે થઈ છે. રાકેશ એક સિક્યોરિટી કંપનીમાં કામ કરતો હતો, જ્યારે સીમા નજીકની સુપરમાર્કેટમાં નોકરી કરતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઊડ્યા, લિવ-ઈનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું

Karnataka News: કર્ણાટકના આઇટી હબ બેંગલુરુમાં ભાડાના એપાર્ટમેન્ટમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક યુગલ મૃત હાલતમાં મળી આવ્યું છે. પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ ઝઘડા બાદ આપઘાત કર્યાં હોવાનો મામલો હોવાની શંકા વ્યક્ત કરી છે. મૃતકોની ઓળખ ઓડિશાના વતની સીમા નાયક (25) અને રાકેશ નાયક (23) તરીકે થઈ છે. રાકેશ એક સિક્યોરિટી કંપનીમાં કામ કરતો હતો, જ્યારે સીમા નજીકની સુપરમાર્કેટમાં નોકરી કરતી હતી.

બે દિવસ પહેલા બની ઘટના

પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના બે દિવસ પહેલા બની હોવાની શક્યતા છે, પરંતુ તેનો ઘટસ્ફોટ સોમવારે (20મી ઓક્ટોબર) જ થયો. જ્યારે પડોશીઓએ બંધ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની અને અંદર કોઈ હિલચાલ ન હોવાની ફરિયાદ કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. શંકાસ્પદ પરિસ્થિતિ જણાતા પડોશીઓએ બારી તોડીને અંદર જોયું, તો યુગલ મૃત હાલતમાં પડેલું હતું. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દિવાળીએ માતા લક્ષ્મીની પૂજા માટે થાળીમાં રાખેલા 35 લાખના ઘરેણા અને રોકડ પર ચોરોનો હાથ ફેરો

દારૂ અને ઝઘડાની આદત

પ્રારંભિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે મૃતક રાકેશ દારૂ પીવાની આદત ધરાવતો હતો, અને આ મુદ્દા પર યુગલ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. શુક્રવારે પણ તેમની સાથે રહેતો એક મિત્ર આવી જ દલીલ બાદ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પોલીસને શંકા છે કે રાકેશે ઝઘડા પછી કોઈ પગલું ભર્યું હશે, જેના કારણે સીમાએ પણ આત્મહત્યા કરી હશે.

પોલીસે હાલમાં કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.