જંતર-મંતર સિઝન-2 ટૂંક સમયમાં શરૂ થશે, CJP ફાઉન્ડર અભિજિત દીપકેની મોટી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Protest News : દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરોની બેઠક માટે હોલ બુકિંગ કરવા મામલે વિવાદ સર્જાયો છે. પાર્ટીના સ્થાપકે શાસક પક્ષ પર હોલ માલિકોને ધમકાવવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પાર્ટીએ દેશમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે ટૂંક સમયમાં જંતર-મંતર ખાતે આંદોલનનો બીજો તબક્કો શરૂ કરવાની જાહેરાત કરી છે.
હોલ બુકિંગ મામલે વિવાદ અને ધમકીના આરોપ
સીજેપીના સ્થાપક અભિજિત દીપકે (Abhijeet Dipke) દાવો કર્યો હતો કે, દિલ્હીમાં કાર્યકરોની બેઠક યોજવા માટે ભારે મુશ્કેલીથી એક હોલ બુક કરાવ્યો હતો. જોકે, હોલ માલિકો પર ઉપરથી દબાણ લાવીને જો બેઠક થવા દેવાશે તો 'ઉલ્ટા લટકાવી દેવાની' ધમકી આપવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે યુવાનોના અવાજથી ડરીને ભાજપ દ્વારા આ પ્રકારના કૃત્યો કરવામાં આવી રહ્યા છે.
દિલ્હી પોલીસની કામગીરી સામે સવાલો
આ મામલે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા (Ashutosh Ranka) દિલ્હી પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે 'શું દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને પોલીસ માત્ર શાસક પક્ષ માટે કામ કરી રહી છે?'
જંતર-મંતર આંદોલનની તૈયારી અને સોશિયલ ઓડિટ
પાર્ટીના અન્ય એક પ્રવક્તા સૌરવ દાસ (Saurav Das) માહિતી આપતા જણાવ્યું હતું કે 'જંતર-મંતર સિઝન 2' હેઠળ દેશવ્યાપી લિસનિંગ ટૂર શરૂ કરવામાં આવશે. 15 ઓગસ્ટથી શિક્ષણના મુદ્દાને પ્રાથમિકતા આપીને ગામડાઓની સરકારી શાળાઓની પાયાની સુવિધાઓ સુધારવા માટે વાલીઓ અને નાગરિકો સાથે મળીને સોશિયલ ઓડિટ અભિયાન ચલાવાશે.









