India

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો: નાકા પર તહેનાત CRPF જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ, 2 ઈજાગ્રસ્ત!

By GS Team
11 Nov 20262 mins read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બપોરે 2:15 વાગ્યે અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ CRPFના જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં CRPFના 2 જવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક અનંતનાગની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટના સુરક્ષા જવાનોને નિશાન બનાવવાની કાયરતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો: નાકા પર તહેનાત CRPF જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ, 2 ઈજાગ્રસ્ત!

J&K Kulgam Terror Attack: Two CRPF Jawans Injured in Firing at Security Naka | જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા સતત ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનો વચ્ચે ફરી એકવાર સુરક્ષા જવાનોને નિશાન બનાવવાની કાયરતાપૂર્ણ ઘટના સામે આવી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બપોરના સમયે નિયમિત નાકાબંધી અને સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના જવાનો પર અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ અણધાર્યા હુમલામાં CRPFના 2 જવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને હુમલાખોરોને પકડી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

બપોરે 2:15 વાગ્યે અચાનક નાકા પોઇન્ટ પર હુમલો

CRPF દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ ઘટના બપોરે આશરે 2:15 વાગ્યાની આસપાસ બની હતી. કુલગામ જિલ્લામાં એક સંવેદનશીલ ચેકપોસ્ટ (નાકા) પર જવાનો નિયમિત વાહન ચેકિંગ અને એરિયા ડોમિનેશનની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક મોટરસાઇકલ પર સવાર થઈને આવેલા અજાણ્યા હુમલાખોરોએ જવાનોને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ પળવારમાં ફાયરિંગ કર્યું અને જવાનો વળતો પ્રહાર કરે તે પહેલાં જ ઘટનાસ્થળેથી બાઇક ભગાવીને ફરાર થઈ ગયા હતા.

2 CRPF જવાનો ઈજાગ્રસ્ત, અનંતનાગ હૉસ્પિટલમાં ખસેડાયા

હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં નાકા પર તહેનાત CRPFના 2 જવાનોને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતાં જ સાથી જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો અને ઈજાગ્રસ્ત જવાનોને તાબડતોબ પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીકના અનંતનાગ જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હૉસ્પિટલ પ્રશાસન અને તબીબોની ટીમ દ્વારા જવાનોની સારવાર કરવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સમગ્ર વિસ્તારની કિલ્લેબંધી અને હુમલાખોરોની શોધખોળ

હુમલાની ઘટના બાદ તરત જ જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને ભારતીય સેનાની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરો જે દિશામાં ફરાર થયા હતા તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આસપાસના રસ્તાઓ, વાહનો અને શંકાસ્પદ સ્થળો પર નાકાબંધી વધુ સઘન બનાવી દેવામાં આવી છે જેથી હુમલાખોરો ભાગી ન છૂટે.