Jabalpur Boat Accident : મધ્ય પ્રદેશના જબલપુરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. નર્મદા નદીના બેકવોટરમાં પ્રવાસીઓને લઈ જતી એક ક્રૂઝ અચાનક ડૂબી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 9ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બાકીના લોકોને બચાવી લેવાયા છે. પ્રાથમિક જાણકારી મુજબ, અચાનક આવેલા તોફાન અને ભારે પવનને કારણે ક્રૂઝનું સંતુલન બગડ્યું હતું અને તે પાણીમાં ડૂબી ગઈ હતી.
9ના મોત, બાકીના લોકોને બચાવાયા
દુર્ઘટના સમયે ક્રૂઝ પર અંદાજે 35થી 40 પ્રવાસીઓ સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. NDRF અને SDRFની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં મોટાભાગના લોકોને બચાવી લેવાયા છે જ્યારે 9 થી વધુ મૃતદેહ મળી આવ્યા છે.
9 લોકોના મોતની પુષ્ટિ
પોલીસ પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે અને ગોતાખોરો દ્વારા લાપતા લોકોની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.


