India

સુપ્રીમ લીડરનાં મોતનો ઇરાનીઓ બદલો લેવા માગે છે, ખામેનેઇની અંતિમ વિધિમાં ટ્રમ્પ વિરૂદ્ધ નારા લગાવ્યા

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇના જનાજા દરમિયાન તહેરાનમાં લાખો લોકો ઉમટ્યા હતા. આ શોકસભામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પની હત્યા કરવા ખુલ્લેઆમ અપીલ કરવામાં આવી હતી. એક કવિએ મંચ પરથી ટ્રમ્પને દુનિયાનો સૌથી ખરાબ ઇન્સાન ગણાવી લોકો સમક્ષ તેમની હત્યા માટે હાકલ કરી, જેને ભીડે વધાવી લીધી. આ ઘટનાથી અમેરિકા-ઇરાન તણાવ વધુ ઘેરો બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુપ્રીમ લીડરનાં મોતનો ઇરાનીઓ બદલો લેવા માગે છે, ખામેનેઇની અંતિમ વિધિમાં ટ્રમ્પ વિરૂદ્ધ નારા લગાવ્યા

નવી દિલ્હી: ઇરાનના જન્નત નશીન સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઇના જનાજા દરમિયાન તહેરાનની સડકો ઉપર રવિવારે લોકો ઝનૂને ચઢ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ઉપર ગુસ્સો ઠાલવતા હતા. માહોલ બેહદ ગરમાયો હતો. તેવે સમયે મંચ સંભાળી રહેલા એક આયોજકે ડોનાલ્ડ ટ્મ્પની હત્યા કરવા ખુલ્લેઆમ લોકોને અપીલ કરી હતી.
ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ જણાવે છે કે આવું પહેલી જ વાર બન્યું છે કે જ્યારે સત્તાવાર મંચ ઉપરથી ટ્રમ્પનાં મૃત્યુ માટે સીધેસીધું આહ્વાન કરાયું હોય. મંચ ઉપરથી જ્યારે લાઉડસ્પીકર પર આ આહ્વાન કરાયું ત્યારે લાખ્ખોની ભીડે સામા તેટલા જ ઝનૂનથી વળતી પુષ્ટી ઉચ્ચારી.
આ ઘટના ત્યારે થઇ કે જ્યારે ખામેની અંગે એક વિશાળ શોક સભા યોજવામાં આવી હતી. તે સર્વવિદિત છે કે ૨૮ ફેબુ્રઆરીએ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ૮૬ વર્ષના ખામેનેઇનું મૃત્યુ થયું હતું તે સાથે યુદ્ધનો પણ પ્રારંભ થયો.
જનાજા દરમિયાન લાઉડ સ્પીકર પર મોહમ્મદ રસૂલી નામના એક કવિએ કમાન્ડ સંભાળ્યો હતો. રસૂલીએ પહેલાં તો અમેરિકા મુર્દાબાદ ઇઝરાયલ મુર્દાબાદ જેવા પરંપરાગત નારા લગાવ્યા. પરંતુ પછીથી તુર્ત જ ડૉનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ નારા લગાવવા શરૂ કર્યા. મંચ પરથી ખુલ્લી ધમકી આપતાં તેઓએ ભીડને પૂછ્યું ઃ દુનિયાનો સૌથી ખરાબ ઇન્સાન હજી સુધી જીવંત કેમ છે ? આ એલાન સાંભળી લાખ્ખો લોકોએ શોર મચાવ્યો અને રસુલીનાં વિધાનોને દોહરાવ્યું.
શનિવારના પ્રમાણમાં રવિવારે તહેરાનની સડકો ઉપર ઘણી મોટી ભીડ જોવા મળી હતી. કાળાં કપડાં પહેરી લોકો ખામેનેઇની તસવીર,ઝંડા અને બેનર લઇ લોકો આગે કૂચ કરી રહ્યા હતા. તો કેટલાકના હાથમાં તેવાં પણ પોસ્ટરો હતા કે જેની ઉપર ટ્રમ્પને મારવાની વાત લખી હતી.
સમગ્ર ઇરાનનાં દરેક શહેરમાં ટ્રમ્પ અને નેતન્યાહુને મારવાની માગણી કરતાં પોસ્ટરો અને ગ્રેફીટી જોવા મળે છે.