Get The App

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી

Updated: May 5th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી 1 - image


Cricketer Shivalik Sharma Rape Case : IPL ફેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીની દુષ્કર્મના કેસમાં ગુજરાતમાંથી ધરપકડ કરાયા બાદ હવે તેને જેલમાં ધકેલી દેવાયો છે. જોધપુરની કુડી ભગતાસની પોલીસ સ્ટેશનની ટીમે દુષ્કર્મના ગંભીર આરોપમાં કાર્યવાહી કરી ક્રિકેટર શિવાલિક શર્માની વડોદરામાંથી પકડ્યો હતો. શિવાલિકા પર યુવતીને લગ્નની લાલચ આપી તેનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે.

પોલીસે યુવતીની ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી કરી

જોધપુર પોલીસે ધરપકડની પુષ્ટી કરીને કહ્યું કે, ‘યુવતીએ ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ-164 હેઠળ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસે સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લીધા છે, ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.’

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી 2 - image

પીડિતા અને ક્રિકેટર વચ્ચે 2023માં થઈ હતી મુલાકાત

જોધપુરની એક યુવતીએ કુડી ભગતાસની પોલીસ સ્ટેશનમાં 2 જાન્યુઆરી-2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, ગુજરાતના વડોદરાનો રહેવાસી 27 વર્ષિક ક્રિકેટર શિવાલિક શર્માએ તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું અને પછી લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો. યુવતી ફરિયાદ મુજબ, તે 2023માં વડોદરા ફરવા ગઈ હતી ત્યારે તેની શિવાલિક સાથે મુલાકાત થઈ. ત્યારબાદ ઓગસ્ટ-2023માં શિવાલિક પરિવાર સાથે જોધપુર આવ્યો હતો અને બંનેની સગાઈ થઈ હતી.

શિવાલિકે સગાઈ બાદ દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ

યુવતીએ આક્ષેપ કર્યો છે કે, શિવાલિક 27 મે-2023ના રોજ તેના ઘરે આવ્યો હતો. યુવતીના ઘરે કોઈ ન હોવાથી શિવાલિકે તેની સાથે બળજબરી કરી અને શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતીઓ વિરોધ કર્યો તો તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પછી શિવાલિક ત્રણ જૂન સુધી તેના ઘરે જ રહ્યો અને વારંવાર તેના પર દુષ્કર્મ કરતો રહ્યો. 

આ પણ વાંચો : આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!

યુવતી વડોદરા આવતા શિવાલિકના પરિવારે ઘરમાંથી કાઢી મુકી

પીડિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, શિવાલિક તેને મેહંદીપુર બાલાજી, જયપુર અને ઉજ્જૈન પણ ફરવા લઈ ગયો હતો અને ત્યાં પણ તેને શારીરિક સંબંધો બાંધ્યા હતા. શિવાલિક પીડિતાને વારંવાર લગ્ન કરવાનું વચન આપતો હતો. જોકે યુવતી જૂન-2023માં વડોદરા તેના પરિવારને મળવા પહોંચી, ત્યારે તેના પરિવારે સગાઈ તોડવાની વાત કહી અને ધક્કા-મુક્કી કરીને ઘરમાંથી કાઢી મુકી હતી. 

શિવાલિક શર્મા કોણ છે?

વડોદરામાં 28 નવેમ્બર-1998માં જન્મેલા શિવાલિક શર્મા ક્રિકેટનો ખૂબ જ શોખીન છે. અભ્યાસમાં ઓછો રસ હોવાના કારણે પિતાએ તેણે ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ આઝાદી આપી હતી. શિવાલિકે વર્ષ 2016માં અંડર-19 ટ્રોફીથી ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી છે. ત્યારબાદ તેણે વડોદરા તરફથી 2018-19 રણજી ટ્રોફી સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. પછી મુંબઈ ઈન્ડિયન્સે તેને 2024માં 20 લાખમાં ખરીદ્યો હતો. જોકે પછી તેણે ઘણા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સે IPL-2025 પહેલા તેને રિલીઝ કરી દીધો હતો. હવે શિવાલિકની દુષ્કર્મ જેવા ગંભીર કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે તેનું ક્રિકેટ કેરિયર મુશ્કેલીમાં મુકાયું છે.

આ પણ વાંચો : તું નીડર થઈને રમે છે, શૈલી બદલવાની જરૂર નથી: સૌરવ ગાંગુલીએ વૈભવ સૂર્યવંશીની પીઠ થાબડી

Tags :