તું નીડર થઈને રમે છે, શૈલી બદલવાની જરૂર નથી: સૌરવ ગાંગુલીએ વૈભવ સૂર્યવંશીની પીઠ થાબડી
Sourav Ganguly Vaibhav Suryavanshi: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિવારે 4 મે ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે મુલાકાત કરી અને તેને પ્રોત્સાહન આપ્યું. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને વૈભવ સૂર્યવંશીની પીઠ થાબડતા તેને કહ્યું કે, 'તું નીડર થઈને રમે છે, તારે શૈલી બદલવાની જરૂર નથી.'
તું નીડર થઈને રમે છે, શૈલી બદલવાની જરૂર નથી
ગાંગુલીએ વૈભવને કહ્યું કે, 'મેં તારી રમત જોઈ છે. જે રીતે તું નીડર થઈને ક્રિકેટ રમે છે, એવી રીતે જ રમવાનું ચાલુ રાખ. તારે શૈલી બદલવાની જરૂર નથી.' ગાંગુલીએ આ યુવા ખેલાડીના ભારે બેટને પણ જોયું અને તેની પાવર-હિટિંગ ક્ષમતાની પ્રશંસા કરતા કહ્યું કે, 'તેની પાસે સારી તાકાત છે. તેણે KKR મેચમાં રન ન બનાવ્યા, પરંતુ તે ખૂબ જ સારો ખેલાડી છે.'
વૈભવ સૂર્યવંશીની 35 બોલમાં સદી
સૂર્યવંશીએ IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બનીને ઇતિહાસ રચી દીધો છે. રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કરતા 14 વર્ષીય સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 38 બોલમાં 101 રન બનાવ્યા હતા, જેમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. તેની નીડર બેટિંગે ક્રિકેટના દિગ્ગજો અને ચાહકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
દિગ્ગજ બ્રાયન લારાથી પ્રેરિત વૈભવના બેટને જોઈને તમને યુવરાજ સિંહ અને ગાંગુલીની યાદ આવે છે જેઓ ભારે બેટથી રમવાનું પસંદ કરતા હતા. 1.1 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ યુવા ખેલાડીએ 12 વર્ષની ઉંમરે બિહાર માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચો: રિષભ પંતે IPL નો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો, મોટાભાગની મેચોમાં ટીમને 'હાર' તરફ ધકેલી
જ્યારે ગાંગુલી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો, ત્યારે તે સમયે ટીમ ઈન્ડિયાના કોચ ગ્રેગ ચેપલ હતા. તેમણે પણ વૈભવ સૂર્યવંશી અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વૈભવ પર અત્યારે દબાણ કરવું યોગ્ય નથી, નહીં તો વિનોદ કાંબલી અને પૃથ્વી શોની જેમ તેનું કરિયર પણ આઉટ ઓફ ટ્રેક થઈ શકે છે.