ઈન્ડિગો ફ્લાઈટ સંકટ વચ્ચે ભારતીય રેલવેની મોટી જાહેરાત, 3 દિવસમાં 89 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Indian Railways 89 Special Train : ઈન્ડિગો એરલાઈન્સ હાલ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ચારથી પાંચ દિવસમાં એરલાઈન્સની 2000થી વધુ ફ્લાઈટો કેન્સલ થઈ થતા ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મુસાફરોના હિતમાં ભારતીય રેલવેએ ત્રણ દિવસમાં 100થી વધુ રૂટો પર 89 સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.
દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવાશે વિશેષ ટ્રેન
રેલવે અધિકારીઓએ કહ્યું છે કે, આ વિશેષ ટ્રેનો દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવવામાં આવશે. સેન્ટ્રલ, વેસ્ટર્ન, ઈસ્ટર્ન, સાઉથ ઈસ્ટર્ન, નોર્ધન અને સાઉથ સેન્ટ્રલ રેલવે સહિતના ઝોને વધારાના રેક અને કોચની વ્યવસ્થા કરી છે.
સેન્ટ્રલ રેલવે (Central Railway) - (14 વિશેષ ટ્રેનો)
- પુણે - બેંગલુરુ
- પુણે - હઝરત નિઝામુદ્દીન
- લોકમાન્યા તિલક ટર્મિનસ - મડગાંવ
- એલટીટી - લખનઉ
- નાગપુર - છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
- ગોરખપુર - એલટીટી
- બિલાસપુર - એલટીટી
આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી ભારત આવશે !
સાઉથ ઈસ્ટર્ન રેલવે (South Eastern Railway)
- સંત્રાગાચી - યેલહંકા
- હાવડા - છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
- ચેર્લાપલ્લી - શાલીમાર
સાઉથ સેન્ટ્રલ રેલવે (South Central Railway)
- ચેર્લાપલ્લી - શાલીમાર
- સિકંદરાબાદ - ચેન્નાઈ એગ્મોર
- હૈદરાબાદ - એલટીટી
આ પણ વાંચો : ગોવામાં અગ્નિકાંડનો ખૌફનાક VIDEO
ઈસ્ટર્ન રેલવે (Eastern Railway)
- હાવડા - નવી દિલ્હી
- સિયાલદાહ - એલટીટી
વેસ્ટર્ન રેલવે (Western Railway) - (7 વિશેષ ટ્રેનો)
- મુંબઈ સેન્ટ્રલ - ભિવાની
- મુંબઈ સેન્ટ્રલ - શાકુરબસ્તી
- બાંદ્રા ટર્મિનસ - દુર્ગપુરા
આ પણ વાંચો : ...તો નિયમ તોડનાર એરલાઈન્સ થશે મોટો દંડ, જાણો DGCAનો નિયમ
નોર્ધર્ન રેલવે (Northern Railway)
- નવી દિલ્હી - ઉધમપુર વંદે ભારત
- નવી દિલ્હી - મુંબઈ સેન્ટ્રલ
- હઝરત નિઝામુદ્દીન - થિરુવનંતપુરમ
બિહાર અને યુપીને આવરી લેતા અન્ય રૂટ્સ
- ગોરખપુર - આનંદ વિહાર
- ગોરખપુર - એલટીટી
- પટના - આનંદ વિહાર
- દરભંગા - આનંદ વિહાર
રેલવેની મુસાફરોને અપીલ
રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ અને NTES એપ પર ટ્રેનની તાજી સમય-સારણી અને ઉપલબ્ધતાની માહિતી ચોક્કસપણે જોઈ લે.

