Get The App

DGCA Rules : પાયલોટ અને એર હોસ્ટેસ કેટલા કલાક કામ કરી શકે? તેમના આરામ માટે પણ કડક નિયમો

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
DGCA Rules : પાયલોટ અને એર હોસ્ટેસ કેટલા કલાક કામ કરી શકે? તેમના આરામ માટે પણ કડક નિયમો 1 - image


DGCA Rules, Air Hostess Pilot Duty Hours : ઈન્ડિગો એરલાઈન્સ હાલ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ચારથી પાંચ દિવસમાં એરલાઈન્સની 2000થી વધુ ફ્લાઈટો કેન્સલ થઈ થતા ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ ફ્લાઈટ વિવાદ વચ્ચે ‘ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL)’ની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. વાસ્તવમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એફડીટીએલ નિયમો બનાવ્યા છે.

FDTL નિયમો કેમ લાગુ કરાયા?

ડીજીસીએના એફડીટીએલ નિયમમાં કહેવાયું છે કે, પાયોલોટ અને એર હોસ્ટેસે કામકાજના કલાક દરમિયાન કેટલો આરામ કરવો જોઈએ અને કેટલાક કલાક ડ્યૂટી કરવી જોઈએ. જો ઉડ્ડયન ટાણે પાયલોટ અથવા એર હોસ્ટેસ અતિશય થાકેલા હોય તો ખતરો વધવાની સંભાવના રહે છે, જેના કારણે FDTL નિયમો ઘડવામાં આવ્યા છે. પાયલોટ-એર હોસ્ટેસની ડ્યૂટીના નવા નિયમો વૈજ્ઞાનિક રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે. નિયમમાં ક્રૂ મેમ્બરની ઉડ્ડયન વખતનો સમય, ગ્રાઉન્ડ ડ્યૂટી, તૈયારીનો સમય અને ફરજિયાત આરામ સમયની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જ્યારે પાયલોટ અને એર હોસ્ટેસ ફ્લાઈટમાં લાંબો સફર કરે ત્યારે કેટલો આરામ મળવો જોઈએ, તેનો પણ નિયમોમાં ઉલ્લેખ કરાયો છે.

FDTL નિયમોનું પાલન કરવું ફરજીયાત

ક્રૂ મેમ્બરની રાત્રિ ફ્લાઈટમાં ડ્યૂટી, સતત ડ્યૂટીના કલાકો અને લાંબા યાત્રાના નિયમો ઘણા કડક હોય છે. તમામ એરલાઈન્સોએ એફડીટીએલ નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. નિયમ મુજબ, ક્રૂ મેમ્બર શારીરિક અને માનસિક રીતે સતર્ક રહેશે તો મુસાફરો સુરક્ષિત રહેશે. તેથી જ તેમના આરામ અને ડ્યૂટીના કલાકો સહિતના નિયમો લવાયા છે.

પાયલટ માટે મહત્તમ ડ્યુટી કલાકો

નિયમ મુજબ, પાયલટ એક દિવસમાં 10થી 13 કલાક સુધી ડ્યૂટી કરી શકે છે, જોકે આ કલાકો ફ્લાઈટની સ્થિતિ અને દિવસના સમય પર નિર્ભર છે. જ્યારે એક અઠવાડિયામાં મહત્તમ 60 કલાક અને એક મહિનામાં મહત્તમ 190 કલાક ડ્યૂટી કરી શકે છે. જો પાયલોટે સતત ફ્લાઈટોમાં પાયલોટિંગ કરવાનું હોય તો, તે ફ્લાઈટોના સમયગાળાની વચ્ચે 9થી 12 કલાક ફરજીયાત આરામ કરવાનો નિયમ છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો કોઈ પાયલટને સતત સાત દિવસ સુધી ડ્યૂટી પર રાખવામાં આવે તો નિયમ મુજબ, તેને 36 કલાકનો ફરજિયાત આરામ આપવો પડશે.

આ પણ વાંચો : ગોવામાં અગ્નિકાંડનો ખૌફનાક VIDEO : ડાન્સ પાર્ટીમાં અચાનક જ આગ લાગતા થયા 25ના મોત

કેબિન ક્રૂ માટે મહત્તમ ઉડાન કલાકો

એફડીટીએલના નિયમોમાં કેબિન ક્રૂ મેમ્બરના ડ્યૂટી કલાકોનો નિયમ પણ સામેલ છે. નિયમ મુજબ કેબિન ક્રૂ એક દિવસમાં આઠથી 10 કલાક સુધી ડ્યૂટી કરી શકે છે, જો લાંબી મુસાફરી હોય તો એક્સ્ટા ક્રૂ રાખવાનો નિયમ છે. જ્યારે એક મહિનામાં 100 કલાકથી વધુ ડ્યૂટી કરવાનો નિયમ છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેબિન ક્રૂએ ડ્યૂટી શરૂ થવાના એક કલાક પહેલા એરપોર્ટ પહોંચવાનું હોય છે અને તેને રિપોર્ટિંગ ટાઈમ કહેવામાં આવે છે, જેને કામકાજમાં કલાકોમાં ગણવામાં આવે છે.

આ પણ વાંચો : ગેરકાયદે નાઈટક્લબને તોડવા ગયા વર્ષે જ અપાઈ હતી નોટિસ, ગોવા અગ્નિકાંડ અંગે મોટા ખુલાસા

FDTL નિયમ તોડનાર એરલાઈન્સ થશે દંડ

ડીજીસીએએ એવિએશન સેક્ટરમાં કાર્યરત પાયલોટ અને ક્રૂ મેમ્બરના શારીરિક અને માનસિક થાકને દૂર કરવા માટે આ નિયમો બનાવ્યા છે. વધુ પડતા થાકના કારણે ‘રિએક્શન ટાઈમ’ એટલે આદેશ આપવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે ઈમરજન્સી ખતરો વધી જાય છે. જો એરલાઈન્સ નિયમોનું ઉલ્લંઘ કરે તો તેને ભારે દંડ થઈ શકે છે.

Tags :