સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ

Image: IANS |
ઇન્ડિગોના કનેક્ટિવિટી નેટવર્કને કારણે, દેશભરમાં તેની અસર જોવા મળી. એરપોર્ટ સત્તાવાળાઓ અને ઇન્ડિગો દ્વારા મોડી રાત સુધી એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, પરંતુ મધ્યરાત્રિના 12:00 વાગ્યા સુધી પણ પરિસ્થિતિ સુધરવામાં સમય લાગી રહ્યો હતો.
દિલ્હી એરપોર્ટે મોડીરાત્રે જાહેર કરાઈ એડવાઇઝરી
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરવનેશનલ એરપોર્ટ (IGI) દ્વારા ગઈકાલે રાત્રે એક મુસાફરોની એડવાઇઝરી જાહેર કરાઈ હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તમને અપડેટ કરવા માંગીએ છીએ કે, ઇન્ડિગો ફ્લાઇટ સેવાઓ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે."
આ સાથે જ IGI એ મુસાફરોને તેમની વેબસાઇટ અને એરલાઇન્સનો સીધો સંપર્ક કરવાની પણ સલાહ આપી હતી. આ એડવાઇઝરી દિલ્હી એરપોર્ટના સત્તાવાર X હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ ટર્મિનલ્સ રાતભર ભીડથી ભરેલા રહ્યા કારણ કે ઘણા મુસાફરો અનિશ્ચિતતા વચ્ચે નવી અપડેટની રાહ જોઈ રહ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ: 7 અરાઇવલ અને 12 ડિપાર્ચર ફ્લાઇટ્સ રદ
અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ સૌથી ગંભીર હતી. સત્તાવાર માહિતી અનુસાર, 12 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે 7 અરાઇવલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 12 ડિપાર્ચર ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી. કુલ 19 ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આના કારણે એરપોર્ટ પરિસરની અંદર અને બહાર મુસાફરોને અસુવિધા થઈ હતી. ઘણા મુસાફરોએ એરલાઇન તરફથી સમયસર અને સચોટ માહિતી ન મળી હોવાની ફરિયાદ કરી હતી.
અમદાવાદમાં કેન્સલ ફ્લાઈટ્સની યાદી
IXB માટે 6597 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
HYD માટે 879 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
PAT માટે 921 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
CCU માટે 6556 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
DEL માટે 5226 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
CCU માટે 6071 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
BOM માટે 5346 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
BBI માટે 6013 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
DEL માટે 6094 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
DEL માટે 6369 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
LKO માટે 6244 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
CJB માટે 6182 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
IXC માટે 6506 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
HYD માટે 6928 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
BOM માટે 6794 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
DEL માટે 5006 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
BLR માટે 996 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
BOM માટે 5112 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
CCU માટે 966 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
GAU માટે 6457 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
HYD માટે 6337 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
HYD માટે 383 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
COK માટે 6391નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
DEL માટે 6695 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
MAA માટે 6539 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
PAT માટે 2524 નંબરની ફ્લાઈટ કેન્સલ કરાઈ છે.
અમદાવાદથી ડીલે ફ્લાઈટની યાદી
DXB માટે 015 નંબરની ફ્લાઈટ ડીલે છે.
PNQ માટે 135 નંબરની ફ્લાઈટ ડીલે છે.
VNS માટે 6805 નંબરની ફ્લાઈટ ડીલે છે.
ચેન્નઈ એરપોર્ટ પર ઈન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ
ચેન્નઈ એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઇટ્સ વ્યાપક રીતે રદ થવા વચ્ચે, એરલાઇનનો એક આંતરિક પત્ર બહાર આવ્યો છે. 6 ડિસેમ્બર, 2025 ના રોજ લખાયેલા આ પત્રમાં, ઈન્ડિગોના ડ્યુટી મેનેજરે CISF આસિસ્ટન્ટ કમાન્ડન્ટને પત્ર લખીને વિનંતી કરી હતી કે એરપોર્ટ પર વધતી ભીડને નિયંત્રિત કરવા માટે રદ કરાયેલ ફ્લાઇટ્સના મુસાફરોને ટર્મિનલમાં પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દિવસભર વિવિધ શહેરો માટે કુલ 29 ફ્લાઇટ્સ રવાના થવાની હતી, પરંતુ બધી ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી. આમાં ચેન્નઈથી પોર્ટ બ્લેર, અમદાવાદ, ગોવા, લખનૌ, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, પટના, પુણે અને કોચી જેવા મુખ્ય રૂટ પરની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. રદ કરાયેલી ફ્લાઇટ્સ સવારે 10:30 થી રાત્રે 11:15 વાગ્યા સુધી ચાલી હતી, જેનો અર્થ છે કે લગભગ આખા દિવસના સમયપત્રકને અસર થઈ હતી.
આ પણ વાંચોઃ ઇન્ડિગોની મુસાફરો માટે રિફંડની જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ
મુંબઈ એરપોર્ટ: મુસાફરો ફ્લોર પર રાહ જોતા રહ્યા, બેસવાની જગ્યા પણ ન મળી
મુંબઈ એરપોર્ટ પર પરિસ્થિતિ વધુ જટિલ લાગી. મોટાપાયે કેન્સલેશન અને વિલંબ બાદ મુસાફરોનો ધસારો એટલો તીવ્ર હતો કે એરપોર્ટ અધિકારીઓને કામચલાઉ બેસવાની વ્યવસ્થા કરવી પડી. બાળકો, વૃદ્ધો, પ્રવાસીઓ અને વ્યવસાયિક મુસાફરો ફ્લોર પર રાહ જોતા જોવા મળ્યા.
એક મુસાફરે કહ્યું કે, અમદાવાદ જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હવે, ટેક્સી બુક કરવી એ એકમાત્ર વિકલ્પ હતો. એરલાઇન અધિકારીઓ અજાણ હતા અને ફક્ત "રાહ જુઓ" કહી રહ્યા હતા.
કોચી, જયપુર, ઇન્દોર અને દેશના અન્ય ઘણા શહેરો પ્રભાવિત થયા હતા.
દેશભરમાં સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવાના ઇન્ડિગોના પ્રયાસોના પરિણામે ઘણા શહેરોમાં મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી. કોચી (કેરળ) એરપોર્ટ પર, ડઝનબંધ મુસાફરો બોર્ડિંગ ગેટ પર લાઇનમાં ઊભા જોવા મળ્યા. ઇન્દોરમાં, ઘણા મુસાફરોએ ફરિયાદ કરી કે એરલાઇનની એપ અને કાઉન્ટર અપડેટ્સ અસંગત છે. જયપુર અને અમદાવાદમાં, ઘણા પરિવારોએ સોશિયલ મીડિયા પર તેમની ચિંતાઓ શેર કરી. કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તિરુવનંતપુરમ એરપોર્ટ પર 6 ફ્લાઇટ્સ રદ
તિરુવનંતપુરમ એરપોર્ટે રદ થયેલી ફ્લાઇટ્સનો ડેટા જાહેર કર્યો છે. તિરુવનંતપુરમ એરપોર્ટથી ઇન્ડિગોની કુલ સુનુશ્ચિત ફ્લાઇટ્સમાં ડોમેસ્ટિક અરાઇવલ 11 અને ડિપાર્ચર 11 છે. જેમાં ઈન્ટરનેશનલ અરાઇવલ 2 છે. અહીં અત્યાર સુધી કેન્સલ ફ્લાઇટ્સમાં ડોમેસ્ટિક અરાઇવલ 3 અને ડોમેસ્ટિક ડિપાર્ચર ફ્લાઇટ્સ 3 છે.
સ્ટાફની સમસ્યાઓ, સિસ્ટમ સિંક્રનાઇઝેશન અને ઓપરેશનલ કારણો
ઓછામાં ઓછા સ્ટાફની ગેરહાજરી, ઓપરેશનલ ટીમમાં સંકલનની સમસ્યાઓ અને એરક્રૂની ઉપલબ્ધતાને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ઘણા ક્રૂ સભ્યો સિક્વન્સિંગમાં ફસાયા હતા, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ ખોરવાઈ હતી. જોકે, એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે પરિસ્થિતિને સ્થિર કરી રહી છે અને કામગીરી ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે.

